યુવતીએ ન્યૂડ વીડિયો કોલનું રેકોર્ડિગ કરી યુવક પાસેથી એક લાખ પડાવ્યાં

GUJARAT

જશોદાનગરમાં રહેતા યુવક સાથે એક યુવતીએ ફેસબૂક પર મિત્રતા કેળવી હતી. જ્યારબાદ વોટ્સએપ પર વીડિયો કોલ કરીને યુવતીએ ન્યૂડ થઈ રેકોર્ડિગ કરીને કરી લીધું હતું. જે યુવકના પરિવારને મોકલાવાનું કહીને પૈસાની માંગણી કરી હતી.

એટલું જ નહીં વીડિયો યુટયુબ પર અપલોડ કરીને યુવક પાસેથી રૂ.1 લાખ મેળવી વધુ પૈસાની માંગણી કરી હતી. જેથી તંગ આવેલા યુવકે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

જશોદાનગરની નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા નિમેષભાઈના ફેસબૂક આઈડી પર એક અજાણી આઈડીથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. આ અજાણ્યા શખ્સ સાથે વાતચીત બાદ મોબાઈલ નંબરની આપલે થઈ હતી. આ દરમિયાન વોટ્સએપ પર એક દિવસ વીડિયો કોલ કર્યો હતો. જેમાં એક છોકરી ન્યૂડ થઈ ગઈ હતી અને તેણે તેને સ્ક્રીન રેકોર્ડિગ કરી વીડિયો બનાવી લીધો હતો.

બાદમાં નિમેષભાઈએ વીડિયો કોલ કાપી નાખ્યો ત્યારે આ અજાણ્યા શખ્સે સ્ક્રીન રેકોર્ડિગ કરેલ વીડિયો વોટ્સએપ કર્યો હતો. શખ્સે ધમકી આપી કે, જો મને પૈસા નહીં આપે તો આ વીડિયો તમારા પરિવારને મોકલીશ.

જેથી ગભરાયેલા નિમેષભાઈએ પહેલા રૂ.2 હજાર આપ્યા હતા. જ્યારબાદ વીડિયો યુટયુબ પર અપલોડ કર્યો હતો. અને વીડિયો ડિલીટ કરાવવો હોય તો પૈસા આપવા પડશે તેમ જણાવ્યું હતુ. જેથી નિમેષભાઈએ અલગ અલગ રીતે કુલ રૂ.1 લાખ આપ્યા હતા. તેમ છતાં વીડિયો યુટયુબમાંથી ડિલીટ કર્યો ન હતો. યુવકે અંતે કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *