યુવાને મહિલા મિત્રને અશ્લીલ મેસેજ મોકલતા જેલના સળીયા ગણવાનો વારો આવ્યો

GUJARAT

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાની મહિલા મિત્ર સાથે સંબંધ રાખવા માટે અજાણ્યા નંબર પરથી વોટ્સએપમા અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. તેથી યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા આરોપીનો ભાંડો ફુટ્યો છે.

આરોપી શૈફની ધરપકડ કરીને તપાસ શરૂ કરી
આરોપી શૈફ સલીમ જલાલુદ્દીન શેખ હવે પોલીસ કસ્ટડીમાં છે. જેણે પોતાની જ મિત્રના એક તરફી પ્રેમમા પાગલ થયો અને તેને પામવા અશ્લીલ હરકત કરી. તથા અજાણ્યા નંબરથી મહિલા મિત્રને અશ્લીલ મેસેજ મોકલ્યો.

આ મેસેજ જોઈને યુવતી ચૌંકી ગઈ અને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી હતી. તથા સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા યુવતીનો મિત્ર જ આરોપી નીકળ્યો હતો. તેથી સાયબર ક્રાઈમે આરોપી શૈફની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.

ઓરોપીને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો
આરોપી શૈફ શેખ અને યુવતી બીએની પરીક્ષા દરમ્યાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. અને મોબાઈલની આપ-લે કરી હતી. બન્ને એકબીજાના મિત્ર બની ગયા હતા. યુવતી પીએચડીમાં અભ્યાસ કરતી હોવાથી મિત્રતા તોડીને અભ્યાસમાં લાગી ગઈ હતી.

જયારે સૈફ મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો. આરોપી યુવતીના પ્રેમમાં પાગલ હતો. તેણે મિત્રને પ્રેમિકા બનાવવાના પ્રયાસ કર્યા પરંતુ સફળ નહિ થતા યુવતીને હેરાન કરવા અજાણ્યા નંબરથી વોટ્સએપમાં અશ્લીલ મેસેજ મોકલવાનુ શરૂ કર્યુ હતુ. પરંતુ સાયબર ક્રાઈમે આરોપીનો ભાંડો ફોડી દીધો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકને પ્રેમ તો ના મળ્યો. પરંતુ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. તેમાં સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.