યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને પરાણે માણ્યું શરીરસુખ ને પછી…

GUJARAT

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં પરણીત યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણીત પ્રેમીએ સગીરા પર બળાત્કાર ગુજારતા સગીરાએ વાસણા પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. યુવક પોતે પરણીત હોવા છતાં તેણે સગીરાને લગ્નની લાલચ આપી હતી અને સગીરા સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. હવે સગીરાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. હાલ, તો વાસણ પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે.

અમદાવાદઃ શહેરના બાપુનગરમાં યુવતીને તેના જ સમાજના યુવકે પ્રેમજાળમાં ફસાવીને અલગ અલગ હોટલોમાં લઈ જઈને અનેક વખત પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ યુવતી સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. યુવતીએ આ અંગેની પરીવારને જાણ કરી હતી. બાદમાં યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, બાપુનગરમાં રહેતી 27 વર્ષીય યુવતીને તેના જ સમાજના એક યુવકના સંપર્કમાં આવ હતી. વારંવાર સામાજિક પ્રસંગોમાં મળવાનું થતાં તેને યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને મોબાઇલ નંબરની આપલે કર્યા પછી મેસેજ અને ફોનથી વાતો કરતા હતા. આ સમયે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને મળવા માટે બોલાવી હતી.

યુવતી મળવા આવતાં યુવક તેને હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે શરીરસુખ માણ્યું હતું. આ સમયે યુવતીએ શરીરસુખ માટે ઇનકાર કર્યો હતો, પરંતુ આપણે લગ્ન કરવાના જ છે ને તેમ કહીને સંબંધ બાંધ્યા હતા. આ પછી તો યુવકને ઇચ્છા થાય ત્યારે તેને મળવા બોલાવતો હતો અને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

દરમિયાન બે દિવસ પહેલા પહેલા યુવક અને યુવતી મળ્યા હતા. આ સમયે પણ યુવક તેને એક હોટલમાં લઈ ગયો હતો અને બંનેએ શરીરસુખ માણ્યું હતું. અહીં યુવતીએ લગ્નની વાત કરતાં જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને લગ્ન કરવા નથી તેમ કહીને ઝઘડો કરી ત્યાંથી નીકળી ગયો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થયો હોવાનું જણાતા યુવતીએ પરિવારને વાત કરી હતી. આ પછી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.