યુવક યુવતીને વારંવાર મેસેજ કરી કરતો પરેશાન, ભાઇને ખબર પડી તો…..

GUJARAT

પાંડેસરા ડબલ મર્ડર કેસના આરોપી ઝડપાયા છે. બંને હત્યારા હત્યા કરી ઉત્તરપ્રદેશ ભાગી છૂટ્યા હતા. બહેનને સોશ્યલ મીડિયા પર મેસેજ કરવા બદલ ઝઘડો થયો હતો. ઝઘડાની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

સુરતમાં ચાર દિવસ પહેલા એક સાથે બે યુવાનોની ઘાતકી હત્યાની (Surat Double Murder) ઘટના બનતા પોલીસ વિભાગ દોડતું થઇ ગયું હતું. આરોપીઓએ શિવશંકર જયસ્વાલ અને પ્રવીણની હત્યા કરી નાંખી હતી. બાઈક પર આવેલા બે મિત્રોએ એક યુવક બબાલ કરવા લાગ્યા હતા. ત્યારે અન્ય મિત્ર વચ્ચે બચાવવા આવ્યો હતો. આ સમયે બંનેને પેટમાં છરીના ઘા મારી દીધા હતા. એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક યુવકની બહેન પર તે આરોપીમાંથી એક યુવક વારંવાર મેસેજ કરી હેરાન કરતો હતો. જેની જાણ ભાઈને થઇ હતી, જેથી તે સામે સમજાવવા ગયો હતો, જેની સાથે તેનો એક મિત્ર પણ હતો. ઝઘડો વધી ગયો અને આરોપીએ યુવતીના ભાઈ અને તેની સાથે રહેલા મિત્રની હત્યા કરી દીધી હતી.

સુરતમાં પાંડેસરા તેરે નામ ચોકડી નજીક બે વેપારીઓ પર જીવલેણ હુમલો કરી 5 મિનિટમાં ચપ્પુના 10-15 ઘા મરાતા 10 કલાકમાં બન્નેના મોત નીપજ્તા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હુમલાખોરોએ ભોળા નામના ઇસમની છાતી પર બેસી ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. ભોળા અને પ્રવીણ હત્યા કેસમાં સંડોવાયેલા હત્યારા બે પૈકી એકના ભાઈ સામે 4 હત્યા કેસ ચાલી રહ્યા હોવાનું અને તડીપાર હોવા છતાં સુરતમાં જ પડ્યો પાથર્યો રહેતો હોવાનું મરનારના મિત્રોએ જણાવ્યું હતું.

સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી ઘટનામાં જઈ તો શનિવારની રાતની છે. ભોલા ઉર્ફે શિવ શકર સુભાષચંદ્ર જેસવાલ , પ્રવીણ બાબુલાલ સોલંકી બન્ને મિત્રો બંટી શુકલા સાથે ઉભા હતા. ત્યારે અચાનક બાઇક ઉપર આવેલા બે ઈસમોએ પ્રવીણ પર જીવલેણ હુમલો કરી ઉપરા ઉપરી ઘા માર્યા હતા. ભોળાભાઈ બચાવવા જતા એની પીઠ પર 3 ઘા મરાયા, જમીન પર પડી જતા છાતી પર બેસીને ઘા મારી હુમલાખોરો ભાગી ગયા હતા.આમ જાહેરમાં થયેલા આ હુમલા બાદ ભોલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બન્નેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ભોળાને મૃત જાહેર કરાયો હતો. જ્યારે પ્રવીણનું લીવર ફાટી જતા લોહી નીકળી જવાથી ઓપરેશનમાં લેવાતા જ સવારે 5 વાગે મોત નીપજ્યું હતું. પ્રવીણ રાજસ્થાનનો રહેવાસી અને ભોળાભાઈ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા…

ભોળાભાઈ સાબુના હોલસેલ વેપારી અને સીઝનલ વેપાર સાથે સંકળાયેલા હતા. ચાર વર્ષના લગ્નગાળામાં કોઈ સંતાન ન હતું. પત્ની, એક ભાઈ, બહેન અને માતા-પિતા સાથે રહેતા હતા. જ્યારે પ્રવીણ રાજસ્થાનનો રહેવાસી અને કરીયાણાની દુકાન અને ગેસ બોટલની એજન્સી હોવાનું જાણવા મળ્યું છે. બન્નેને પતાવી દેવાના આયોજન સાથે જ હુમલો કરાયો હતો. ભોળા અને પ્રવીણ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીના ભાઈ ઉપર ચાર હત્યા કેસ ચાલી રહ્યા છે. તડીપાર હોવા છતાં સુરતમાં ખુલ્લેઆમ ફરે છે અને ગોરખધંધાઓ સાથે સંકળાયેલા છે. બન્ને મિત્રોની નિમર્મ હત્યા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *