યુવક નોકરી માટે એક સપ્તાહમાં 300 વખત રિજેક્ટ થયો, પછી અપનાવી આ ખાસ તરકીબ

GUJARAT

એક યુવકે નોકરી માટે 300 જગ્યાએ અરજી કર્યા બાદ પણ નોકરી મળી નહીં તો તેણે અનોખી તરકીબ શોધી કાઢી. બેરોજગારીથી તંગ આવી ગયેલા યુવકે નોકરી માટે શહેરમાં પોતાના હોર્ડિંગ્સ (બિલબોર્ડ) મૂકી દીધા. આ હોર્ડિંગ્સ પર યુવકે મોટી રકમ પણ ખર્ચી નાંખી. તો આવો જાણીએ ત્યારબાદ યુવકને નોકરી મળી કે નહીં.

વાત એમ છે કે આ કિસ્સો ઉત્તરી આયરલેન્ડનો છે. જ્યાં 24 વર્ષની ક્રિસ હાર્કિન સપ્ટેમ્બર 2019થી નોકરીની શોધમાં છે. ક્રિસ ગ્રેજ્યુએટ થયા બાદથી નોકરી માટે ભટકતો હતો. એવામાં તેની ધીરજ એ સમયે ખૂટી ગઇ કે એક સપ્તાહમાં 300 જગ્યા પર અપ્લાય કર્યા બાદ પણ તેને નોકરી મળી નહીં.

ધ મિરર વેબસાઇટના મતે 7 દિવસમાં 300 અરજી મોકલ્યા બાદ જ્યારે ક્રિસ હાર્કિનને નોકરી મળી નહીં તો એવામાં તેણે અંતિમ નિર્ણય લીધો કે પોતાના ફોટાવાળા બિલબોર્ડ શહેરમાં લગાવી દીધા. બિલબોર્ડમાં તેણે 40 હજારથી વધુ રૂપિયા ખર્ચ કરી દીધા.


આ બિલબોર્ડમાં તેણે લખ્યું કે – Please Hire Me. તેની સાથે જ ત્રણ પોઇન્ટસમાં ક્રિસે કહ્યું કે તે ગ્રેજ્યુએટ છે, અનુભવી રાઇટર છે, અને કંટેન્ટ ક્રિએટર પણ છે. બિલબોર્ડમાં અંતમાં તેણે પોતાની યુટ્યુબ ચેનલનું નામ લખ્યું. પરંતુ બિલબોર્ડ લગાવ્યા બાદ પણ હજી સુધી તેને જોબ મળી નથી. તો જે નોકરી માટે તેણે બિલબોર્ડ લગાવ્યા હતા તેમાં તેનો 40 હજાર રૂપિયાથી વધુ ખર્ચ થઇ ગયો.

બિલબોર્ડ લગાવાનો વિચાર ક્રિસને પોતાની બહેન સાથે વાત કર્યા આવ્યો હતો જે એક સોશિયલ મીડિયા મેનેજર છે. તેની પાસેથી સલાહ લીધા બાદ ક્રિસે બિલબોર્ડ બનાવાનો ઓર્ડર આપ્યો.

ક્રિસે કહ્યું કે લગભગ બે વર્ષ સુધી નોકરીની શોધ કર્યા બાદ હું ખૂબ જ નિરાશા મહેસૂસ કરી રહ્યો હતો. ત્યારબાદ મેં આ વર્ષે જૂનના અંતમાં ઉત્તર આયરલેન્ડમાં બિલબોર્ડ લગાવ્યા. પરંતુ આ ખૂબ જ મોંઘા રહ્યા. તેમાં ડિઝાઇનિંગ વગેરેનો ખૂબ જ ખર્ચ થયો.

ક્રિસ કહે છે કે આ ઘટના પર મારી YouTube ચેનલ પર ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી. બિલબોર્ડ પર ટિપ્પણી કરી પરંતુ હજી સુધી તેને કોઇએ જોબ ઓફર કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *