આ માછલીની ઉંમર જાણીને તમે હક્કા-બક્કા થઈ જશો, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મૂકાયા

social

પાણીમાં સૌથી લાંબો સમય જીવવાની બાબતમાં માત્ર વ્હેલ માછલીનું નામ જાણીતું હતું, પરંતુ હવે એક અન્ય પ્રજાતિની શાર્ક સામે આવી છે, જે આ પૃથ્વી પર સૌથી વધારે ઉંમર સુધી જીવંત રહેનાર પ્રાણી બની ગયું છે. હા, આ શાર્ક મનુષ્યો કરતાં ત્રણથી ચાર ગણું વધારે જીવી શકે છે.

400 વર્ષ સુધી જીવી શકે છે આ શાર્ક

સાયન્સ મેગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગ્રીનલેન્ડ શાર્કે સદીઓથી આર્કટિકના બર્ફીલા અને ઉંડા પાણીમાં રહેવાની કળામાં નિપુણતા મેળવી છે. એવું માનવામાં આવે છે કે ગ્રીનલેન્ડ શાર્ક 400 વર્ષ સુધી જીવી શકે છે.

વૈજ્ઞાનિકોએ આ રીતે શોધી કાઢી ઉંમર

વૈજ્ઞાનિકોએ 2016 માં જર્નલ સાયન્સમાં અહેવાલ આપ્યો હતો કે ગ્રીનલેન્ડ શાર્ક (સોમ્નિઓસસ માઇક્રોસેફાલસ) લગભગ 400 વર્ષ સુધી જીવી શકે છે. વૈજ્ઞાનિકોએ રેડિયોકાર્બન ડેટિંગ દ્વારા શાર્કની આંખોમાં હાજર પ્રોટીનની ઉંમર શોધવાનો પ્રયાસ કર્યો.

500 વર્ષથી વધુ હોઈ શકે છે ઉંમર

સંશોધકોએ 28 શાર્કના જૂથમાંથી માદા શાર્કની અંદાજિત ઉંમર નક્કી કરવા માટે રેડિયોકાર્બન ડેટિંગનો ઉપયોગ કર્યો હતો. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણીની ઉંમર આશરે 392 વર્ષ હતી. પરંતુ આ શાર્કની ઉંમર 272 થી 512 વચ્ચે હોઇ શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ વિચિત્ર જાતિઓ આપણા પોતાના જીવનને લંબાવવાનું રહસ્ય બની શકે છે.

150 વર્ષની ઉંમરે આવે છે યુવાની

આ પ્રજાતિની લંબાઈ થોડી ધીમી ગતિએ વધે છે. વૈજ્ઞાનિકોએ નમૂના લીધા તેમાંથી મોટાભાગના પ્રાણીઓ લગભગ 400 વર્ષ સુધી જીવ્યા, અને તેઓએ તારણ કાઢયું કે ગ્રીનલેન્ડ શાર્ક લગભગ 150 વર્ષની ઉંમરે યુવાન બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *