વિવિધ દવાઓનો પ્રયોગ કરવા છતાં વંદા જતા નથી? ગરમ પાણીનો ઉપયોગ કરો

rashifaD

રસોડામાં વંદાનો ત્રાસ છે?
ઘરમાં બિમારીઓ ફેલાવવામાં વંદા સૌથી મોટું કારણ બનતા હોય છે. કંટ્રોલ પેસ્ટથી લઈને વિવિધ દવાઓ અને ઉપાયો કરવા છતાં થોડા સમયમાં વંદા પાછા આવી જ જતા હોય છે. જો તમારા ઘરમાં પણ આ સમસ્યા હોય તો તેનો ઉપાય પણ છે, એવો ઉપાય કે જેનાથી તમને રિઝલ્ટ ચોક્કસ મળશે.

આના માટે તમારે કોઈ ખોટા ખર્ચા કે મોટી ટ્રિટમેન્ટ કરાવવાની જરુર નથી

સૌથી વધારે વંદા રસોડામાં એંઠવાડ નાખવાની જગ્યા પરથી ઘરમાં આવતા હોય છે. જે રસોડામાં આવ્યા પછી ત્યાં પડેલા વાસણો, ખોરાક કે પાણીને દૂષિત કરે છે. જો તમારા ઘરમાં પણ રસોડાના માર્ગે વંદા ઘરમાં આવતા હોય તો ગરમ પાણી કરીને ગટરની પાઈપમાં નાખો. વંદા આવવાનું બંધ થઈ જશે.આખી પાઈપ સાફ થઈ જશે

ગટરની પાઈપમાં ગરમ પાણી જવાથી વંદા મરી જશે અને તેના ઈંડા પણ સાફ થઈ જશે.

આમ કરવાથી ગટરની લાઈનમાં ચોંટેલો કચરો પણ સાફ થઈ જશે. વંદાનું પ્રમાણ હોય તે પ્રમાણે વાસણ ધોવાની જગ્યાએ કે ગટરમાં ગરમ પાણી નાખવું જોઈએ.આ પાણીનો ઉપયોગ કરો

આ માટે તમારે પીવાનું પાણી બગાડવાની જરુર નથી. વોટર પ્યોરિફાયર, એસી વગેરેમાંથી નીકળતા વેસ્ટ પાણીનો પણ આના માટે ઉપયોગ કરી શકો છો. જેના કારણે વંદાથી છૂટકારો મળશે અને પીવાના પાણીનો બગાડ પણ નહીં થાય.

પરંતુ આમ કરતી વખતે ગટરની લાઈન ચેક કરી લેવી જરુરી છે, જો પાઈપ પ્લાસ્ટિકની હોય અને વર્ષો જૂની હોય તો પાઈપને નુકસાન થઈ શકે છે અને વંદાઓને ઘરમાં પ્રવેશવાનો બીજો રસ્તો મળી શકે છે.આ કાળજી રાખવી પણ જરુરી

આ ઉપાય કરવાની સાથે જો રસાડમાં વાસણ ધોવાનું સિંક ચોખ્ખું રાખો તો વંદા આવવાની તકલીફમાં ઘટાડો થઈ શખે છે. આ જગ્યા પર રાત્રે એંઠા વાસણ રાખવાથી

ઘરમાં વંદા પ્રવેશ કરતા હોય છે. લાંબો સમય ઘરની બહાર રહેવાનું હોય તો આ જગ્યા પર કપડાનો ડૂચો મારી દેવો જોઈએ. આ પગલા ભરવાથી વંદા આવવાનું ઘટી જશે.આટલું કરો, વેક્સિંગ વખતે નહીં થાય દુઃખાવો

વિવિધ દવાઓનો પ્રયોગ કરવા છતાં વંદા જતા નથી? ગરમ પાણીનો ઉપયોગ કરો

Leave a Reply

Your email address will not be published.