વિસ્ફોટ: કુંભમાં હવે કોરોનાએ ઊંડી ‘ડુબકી’ લગાવી, દરકે સવા મિનિટે એકને આવે છે પોઝિટિવ

Uncategorized

કુંભનગરી હરિદ્વારમાં કુંભ મહાપર્વની જે પણ કંઈ રોનક હતી એ કોરોનાએ પથારી ફેરવી નાંખી છે. પરંતુ હવે ચૈત્ર પૂર્ણિમાના સ્નાનને લઈને રોકાયેલા સંતોના અખાડામાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં હરિદ્વાર, ઋષિકેશ સહિત સમગ્ર જિલ્લામાં 1175 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દિલ્હીના નિરંજની અખાડાના મહામંડલેશ્વરના મોત ઉપરાંત હરિદ્વારમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં આરોગ્ય વ્યવસ્થા કથલી રહી છે, જેના કારણે શહેરમાં અરાજકતાનું વાતાવરણ ઉભુ થઈ ગયું છે, લોકોને કઈ હોસ્પિટલ જઇને સારવાર લેવી? કઈ હોસ્પિટલમાં બેડ મળશે? આવા બધા પ્રશ્નોના જવાબો કોઈ જ પાસે નથી અને લોકો ટપોટપ મરી રહ્યાં છે.

કોરોનાની આ બેકાબૂ ગતિ વચ્ચે પણ વૈષ્ણવ વૈરાગી અખાડા શાહી પોતાની સ્ટાઈલમાં ઠાઠ સાથે અંતિમ કુંભ સ્નાન માટેની તૈયારી કરી રહ્યા છે. બંગાળમાં પણ આ દિવસે સાતમા તબક્કાનું મતદાન થવાનું છે. મોટાભાગના શિવ અખાડાએ તેમના લેવલથી કુંભનો અંત જાહેર કરી દીધો છે. આમ પણ શૈવ સન્યાસીના દસ અખાડાઓ સાથે બે ઉદાસીન અખાડાઓ અને શીખ સાધુઓના નિર્મલ અખાડાએ ત્રણ શાહી સ્નાન કરી લીધા છે. પરંતુ 14મી એપ્રિલે મેષ સંક્રાંતિ પર કુંભનું ત્રીજું શાહી સ્નાન થાય એ પહેલાં જ કોરોનાનો એવો વિસ્ફોટ થયો કે પરિસ્થિતિ હજું પણ નિયંત્રણમાં નથી આવી. કોરોના કેસમાં સતત રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બીએચઈએલમાં 48, શિવાલિક નગરમાં 13, કનખલમાં 10, નવોદય શાળામાં 8, આઈઆઈટી રૂરકીમાં ચાર, જુના અને નિરંજની અખાડામાં 11 લોકોને કોરોનાએ ઝપેટમાં લઈ લીધા છે. સમગ્ર જિલ્લામાં 24 કલાકમાં 1175 ચેપગ્રસ્તનો આંકડો નોંધાયો છે. આ મુજબ વાત કરીએ તો દરેક સવા મિનિટે એક વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ રહ્યો છે. પરિસ્થિતિ સતત કથળી રહી છે અને વધતા જતા કેસો સાથે આરોગ્ય સેવાઓ પણ તૂટતી જોવા મળી રહી છે. પરંતુ હજી પણ છેલ્લા કુંભ સ્નાન માટે વૈષ્ણવ વૈરાગી અખાડામાં જબરદસ્ત ઉત્સાહ છે. કોરોનાના વિસ્ફોટક સંજોગો વચ્ચે છેલ્લા કુંભ સ્નાનમાં સરકાર કેવી રીતે સામાજિક અંતરનું સંચાલન કરે છે તે આખું ગામ જોવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published.