વિશ્વની જાણીતી પોર્ન સ્ટાર સુરંગમા રહેવા મજબુર, કહ્યું- ‘મને અહીંયા બધુ મળે છે’

WORLD

ક્યારેક દુનિયાની સફળ પોર્ન સ્ટારના રૂપમાં ફેમશ મહિલા બેઘર થઈને સુરંગમાં રહેતી મળી આવી છે. એક ટીવી ચેનલની ટીમે પૂર્વ પોર્ન સ્ટાર જેન લીને અમેરિકાના લાસ વેગાસની એક સુરંગમાં શોધી લીધી છે. 37 વર્ષની થઈ ચૂકેલી જેન લી ઉર્ફ સ્ટીફની સૈડોરાની ગણતરી થોડા જ વર્ષો પહેલા દુનિયાની સૌથી સફળ અડલ્ટ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવતી હતી.

લાસ વેગાસની સુરંગો પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહેલી એક ડચ ટીમની અચાનક પૂર્વ પોર્ન સ્ટાર સાથે મુલાકાત થઈ ગઈ. શહેરને પુર વગેરેથી બચાવવા માટે સુરંગો બનાવી હતી જેમાં બેઘર લોકો રહેવા લાગ્યા. 320 કિમી લાંબી સુરંગમાં લગભગ 300 લોકો રહી રહ્યાં છે જેમાં વધારે ડ્રગ્સ એડિક્ટ છે.

એક આંકડા મુજબ આ તે સમયે પણ અડલ્ટ સ્ટાર વચ્ચે જેની લીની રેન્કિંગ 119માં નંબર પર છે. એક વેબસાઈટ પર આજે પણ તેને 45 હજાર લોકો સબસ્ક્રાઈબ કરે છે.

પરંતુ હવે જેનીને ચમક દમક ભરેલા લાસ વેગાસ શહેરમાં એક અંધારી સુરંગમાં રહેવુ પડે છે. જેનીએ કહ્યું કે તે હવે સુરંગની બહાર નહીં આવે.

જેની કહે છે કે તેને જે જોઈએ તે બધુ સુરંગમાં છે. તેણે કહ્યું કે- સુરંગમાં રહેનારા લોકોમાં વધારે લાગણીઓ છે, મેં અહિંયા સાચા મિત્રો બનાવ્યા છે. પરંતુ આ સ્પષ્ટ નથી કે કઈ સ્થિતીમાં જેનીને સુરંગમાં રહેવા જવુ પડ્યું.

જણાવી દઈએ કે વેગાસની સુરંગોમાં જિંદગી સરળ નથી. ઘણાવાર પોલીસ સર્ચ અભિયાન ચલાવે છે તો બીજી તરફ પુરથી પણ ખતરો બન્યો રહે છે. એક વ્યક્તિએ જણાવ્યું કે 2016માં સુરંગમાં પાણી ભરાવાથી એક છોકરી ડૂબીને મરી ગઈ હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *