વિરલે જ્યારે ઓફિસ જોઈન કરી હતી ત્યારે પારુલ ત્યાં પહેલેથી જ જોબ કરતી હતી. સાથે સાથે સીટ હોવાના કારણે બંનેમાં જલદી મિત્રતા થઈ ગઈ અને તે બંને વિભાગને લગતા મુદ્દા પર એકબીજાનો મત પણ લેવા લાગ્યા. કોઈ મુશ્કેલી હોય તો તેઓ મળીને ઉકેલ લાવતા. ધીરે ધીરે બંને માત્ર એકબીજાની નજીક જ નહીં આવી ગયા પણ સાથે સમય પસાર કરવા અને મુલાકાત ન થતાં બેચેન રહેવા લાગ્યા. હવે તેઓ સાંજે કોઈ રેસ્ટોરોન્ટ કે થિયેટરમાં પણ મળવા લાગ્યા.
ઓફિસમાં તેમને વિશે ચર્ચા થવા લાગી ત્યારે તેમણે પોતાના સંબંધની મૂલ્યાંકન કર્યું. વિરલ અને પારુલને ત્યારે અહેસાસ થયો કે તેઓ એકબીજાને પસંદ કરે છે અને આ સંબંધને તેઓ પ્રેમનું નામ આપી શકે છે. થોડા સમય પછી બંનેએ લગ્ન કરી લીધાં અને પછી એક મહિનામાં જ પારુલે નોકરી પણ છોડી દીધી, કારણ કે તેને પ્રમોશન મળ્યું હતું પણતે ઈચ્છતી નહોતી કે વિરલના મનમાં તેના લીધે હીન ભાવના બંધાય.
પ્યાર એક એવો આવેશ છે જેનો નશો ૩૬૫ દિવસ રહે છે. એવામાં જો ઓફિસમાં સાથે કામ કરનાર કોઈ સહકર્મચારી સાથે રોમાન્સ થઈજાય તો શું તેને પ્રોફેશનલ એટિટયૂડ ના માની શકાય? જો કે ઓફિસમાં પણ દરેક દિવસ ડે ઓફ લવ નથી થઈ શકતો, પણ પ્રેમનો નશો તો દરરોજ છવાયેલો જ રહી શકે છે.
ઓફિસમાં રોમાન્સ થઈ જવો એ કોઈનવું ચલણનથી, પરંતુ તેને સ્વાભાવિક પ્રક્રિયા કહેવામાં આવે છે. સાથે કામ કરતાં સ્ત્રી-પુરુષ નજીક આવી જ જતાં હોય છે. આ કારણથી જ અનેક છોકરાછોકરીઓ માટે ઓફિસ રોમાન્સ કરવાની જગ્યા બની જાય છે. આ સત્યને પરેશાનીની વાત માનવાને કારણે સમાજે તેના પર પોતાના અસ્વીકારની છાપ લગાડી દીધી છે.
એક જમાનામાં ઓફિસમાં રોમાન્સને માન્ય રાખવામાં નહોતો આવતો, એટલે ત્યાં પ્રેમ થયો હોય તો પણ સ્ત્રી-પુરુષ તેના વિશે સ્પષ્ટતા નહોતા કરતા, પણ હવે આવી વાતો છુપાવવી સહેલી નથી.
સહકર્મચારીની એકસરખી ટેવ, પસંદગી, લક્ષ અને પ્રોફેશનને કારણે ઓફિસમાં રોેમાન્સ થવાનું ચલણ આ દિવસોમાં બહુ વધી ગયું છે. સમાન પ્રકારનો અનુભવ શેર કરવાના કારણે તેઓનો રસ એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે, જે તેઓને સાથે ચાલવાની પ્રેરણા આપે છે. કામ કરતાં કરતાં જ્યારે તેઓને એકબીજા પર વિશ્વાસ બેસે ત્યારે તેઓ પોતાના મનની વાતો શેર કરવા લાગે છે. તેઓની વચ્ચે થયેલી સ્પષ્ટતાથી તેમને એવું લાગે છે કે તેઓ સાથે જિંદગી સહેલાઈથી પસાર કરી શકશે.
જો ઓફિસમાં જ રોમાન્સ શરૂઆત થઈ જાય તો એક સારી વાત એથાય છે કે પ્રેમીઓનુ ં કામ કરવાનું જોશ વધી જાય છે. તેઓ કંટાળાનો અનુભવ નથી કરતા અને મુશ્કેલીની સ્થિતિમાં એકબીજાનું દુ:ખ વહેંચી લે છે. તેઓને ઓફિસ જવાનું બોજારૂપ નથી લાગતું ત્યારે તેઓને મોડા સુધી રોકાવામાં પણવાંધોનથી આવતો અને દૂર જવામાં પણ મુશ્કેલી નથી થતી. તેઓ રજાઓ પણ ઓછી લેતાં હોય છે, કારણ કે માત્ર ઓફિસ આવે ત્યારે જ તેઓ એકબીજાને મળી શકે છે પછી આનંદમાં ને આનંદમાં કામ કરવાથી કામ સારું અને વધારે પણ થાય છે.
રાજ અને રાધાને એક જ ઓફિસમાં કામ કરતાં અગિયાર વર્ષ થઈ ગયા છે. તેઓનો રોમાન્સ પણ ઓફિસમાં થયો હતો અને લગ્ન પણ. રાધાનું કહેવું છે કે આટલાં વર્ષોથી કામ કરવા છતાં અમારાં કામ પર આની કોઈ અસર નથી પડી. અમે બંને એકબીજાને એટલી સારી રીતે સમજવા લાગ્યા છીએ કે સાથે કામ કરવાની હવે મજા આવે છે. અમારી વચ્ચે કોઈ પણ પ્રકારનો ઈગો પ્રોબ્લેમ નથી. મોડું પણ થાય તો જીવનસાથી આવાતને સમજશે નહીં એવી ચિંતા રહેતી નથી. નિશ્ચિતતા રહે છે કે સાથે જ પાછા જવાનું છે અથવા હું તેમની સાથે કામ વહેંચી શકું છું. આવી રીતે કામનો ભાર પણ હળવો થઈ જાય છે.
કેરિયરની બાબતમાં વધતી સજાગતાને કારણે કામના કલાકોમાં પણ ધીરે ધીરે વધારો થયો છે. આ કારણથી જ આજકાલ લોકોનો ટાઈમ ઘર કરતાં વધારે ઓફિસમાં પસાર થાયછે. આ કારણથી સામાજિક બાબત પર પણ ગંભીર અસર પડે છે. છોકરાછોકરીઓની જિંદગી માત્ર ઓફિસ સુધી જ થઈ ગઈ છે. આ કારણથી પોતાના સહકર્મચારી તરફ નિકટતા વધી જવાની શક્યતા પણ વધી જાય છે. જો આ નિકટતા પ્રેમમાં બદલાય છે ત્યારે તેની અસર ક્યાંક ને ક્યાંક કામ પર પણ પડે છે. તેઓમાં કામ પ્રત્યે જ ગંભીરતા હોવી જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક ઊણપ આવવા લાગે છે.
જો સંયોગવશ આ પ્રેમ બોસ સાથે થઈ જાય તો બેફિકરાઈ વધારે વધી જાય છે કે હવે ફરિયાદ કોણ કરવાનું છે.
ભલે ઓફિસમાં રોમાન્સથી કામની ગુણવત્તા વધી જાય, ભલે કર્મચારીઓને ઘરે જવાની ઉતાવળ ના હોય, તો પણ પણ ઘણી કંપનીઓ એવી છે જે આવા પ્રકારના વાતાવરણને પ્રોત્સાહન આપવાનું બિલકુલ પસંદ નથી કરતી. ઘણી જગ્યાએ તો નોકરી પર રાખતાં પહેલાં જ આદેશ આપવામાં આવે છે કે અહીં તેમને કોઈપ્રકારની આવી ઘટનાઓ ન જોઈએ જેનાથી વાતાવરણ ખરાબ થાય અથવા જેનાથી કામ પર અસર પડે.
એક મલ્ટિનેશનલ કંપનીના સીઈઓનું માનવું છે કે જો કંપનીના સહકર્મચારીઓ રોમાન્સમાં પડી જાય છે તો આ પ્રકારની કંપની વિશ્વાસ કરવા યોગ્ય કેટલી તેના પર પ્રશ્ન થાયછે. જ્યારે ઘણીવાર આવા લોકો જ પરસ્પર કંપનીની ગુપ્ત વાતો વહેંચે છે ત્યારે તેઓનું બહાર જવાનું જોખમ વધી જાય છે. જો તેઓ બંને અલગ અલગ વિભાગ સાથે સંબંધ હોય તો પરસ્પર કરેલી વાતોથી ઘણીવાર નુકસાન ભોગવવું પડે છે. કંપનીની નીતિઓ પર વાત કરવાનો અર્થછે વિશ્વસનીયતાને આંચ આવવી.
જો કે પ્રેમને કોઈ નિયંત્રણ નથી હોતાં, છતાં પણ ઓફિસમાં રોમાન્સ પર પ્રતિબંધ હોવો જોઈએ? ખરેખર આનાથી બીજા સહકર્મચારીની ભાવના પર પણ અસર પડે છે. તેઓના મનમાંપણ આવા પ્રકારના સંબંધ કાયમ કરવાની ઈચ્છા સજાગ થાય છે. એટલું જ નહીં, ઓફિસના વાતાવરણમાં જ પ્રોફેશનલ ટચ હોવો જોઈએ, તેમાં ઊણપ આવી જાય છે.
એક કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર દીક્ષિતા રોમાન્સને એક ખૂબસુરત અભિવ્યક્તિ માને છે. તેઓ કહે છે, ”ઓફિસ રોમાન્સ પર પ્રતિબંધ લાવવો બિલકુલ ઠીક નથી, શું પ્રેમ જગ્યા જોઈને થોડો કરવામાં આવે છે. કોઈના પ્રત્યે આકર્ષણ તો ક્યાંય પણ થઈ શકે છે. તેના પર નિયંત્રણ મૂકી શકાતું નથી. મને લાગે છે કે સાથેકામ કરતાં કરતાં જ્યારે સંબંધ બંધાયછે ત્યારે તે કાયમી થવાની શક્યતા વધારે રહે છે, કારણ કે ઓફિસમાં ઘણો લાંબો વખત સાથે પસાર કરવાથી તેમને સારી રીતે એકબીજાને સમજવાની તક મળે છે. તેઓ એકબીજાની ખામીઓને પણ જાણી શકે છે.”
આનાથી ઊલટું કોલસેન્ટરમાં કામ કરતી સુરભિનું કહેવું છે કે ઓફિસ રોમાન્સના કારણેનિયમ પાલન પર અસર પડે છે. બીજા કર્મચારી જ્યારે તેમના ખુલ્લેઆમ કે આંખથી થતાં ઈશારા અથવા ખરાબ મજાકને જુએ, સાંભળે તો તેઓનું ધ્યાન તો જાય છે જ. જો રોમાન્સ કરનાર બંને હદ વગરનું વર્તન કરે તો કામમાં પણ વિક્ષેપ પડે, પરંતુ આની બીજી બાજુ પણ છે કે જો કર્મચારી કોઈ બીજા સાથે પ્રેમ કરતો હોય છે કે જે તેની ઓફિસમાં કામ નથી કરતું તો તેઓ પોતાનો ટાઈમ ફોન પર વાત કરવામાં અથવા ચેટિંગ કરવામાં બગાડે એવું બની શકે છે. આ રીતે કામ અને શિસ્ત બંને પર અસર થાય છે.
એકવાર છાપામાં એક સમાચાર હતા કે કોલસેન્ટરમાં કામ કરનાર પુરુષ પોતાની સાથે કોન્ડોમ પણ રાખે છે. રાતની ડયૂટી વખતે તેઓ ત્યાં શારીરિક સંબંધ પણ જાળવી રાખે છે. અર્થાત્ તેઓ પોતાના કામના સમયનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે. આટલું જ નહીં, જો ઓફિસમાં મેટ્રિમોનિયલ બ્યૂરો બની જાય અને સ્ત્રીપુરુષ એકબીજાને આકર્ષવા લાગે તો કામ ઓછું અને પ્રસન્ન કરવાની સ્પર્ધા વધારે વધી જાય છે. એવામાં તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.