વિધર્મી યુવકે પરિણીતાને પતિની ગેરહાજરીમાં ફસાવી, નગ્ન વીડિયો ઉતાર્યો, અનેક હોટલમાં શરીરસુખ માણ્યું

GUJARAT

રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી. દરરોજ અનેક દુષ્કર્મની ફરિયાદ નોધાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં વિધર્મી યુવકનું પરિણીતા સાથે દુષ્કર્મ થયું હોવાની માહિતી મળી રહી છે.

વિધર્મી યુવકે નિકોલની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેનો નગ્ન વીડિયો પણ ઉતારીને અનેક વખત શરીરસુખ માણ્યું હતું. યુવકે પરિણીતાના પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકીઓ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંદર્ભે ફરિયાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને પોલીસે આરોપીને ઝડપી પાડી મેડીકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે નિકોલ વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતા તેના પતિ અને પુત્ર સાથે રહે છે. દોઢ વર્ષ પહેલા પરિણીતાને માધપુરા ખાતે રહેતા હુસેન નાથું રંગરેજ સાથે સંપર્ક થયો હતો.

બાદમાં બન્ને એક બીજા સાથે ફોનથી ચેટિંગ કરતા અને બાદમાં બન્ને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. આ દરમ્યાન હુસેન નાથુએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં બન્ને એકબીજા સાથે મળતા હતા.

એક દિવસ પરિણીતાએ સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે કામ અર્થે આવી હતી, ત્યારે હુસેન નાથુએ પરિણીતાને તેના પતિ અને પુત્રની હત્યા કરી નાખીશ તેવી ધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમ્યામ હુસેન નાથુએ પરિણીતાનો નગ્ન વીડિયો ઉતારી દીધો હતો. અવાર નવાર વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપીને અલગ અલગ હોટલમાં લઈ જઈને હુસેન નાથુ પરિણીતા સાથે દુષ્કર્મ આચરતો હતો. થોડા દિવસ પહેલા પરિણીતાએ હુસેન નાથુ સાથે જવાની ના પાડતા ફરીથી તેણે પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.