વિદેશની એલીઝાબેથ સાત સમુદ્ર પાર પ્રભુતામાં પગલાં પાડવા ગીર પહોંચી

GUJARAT

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા થકી સારા કામોના બદલે ફ્રોડ, છેતરપિંડીના કિસ્‍સા ભારતમાં વઘતા જોવા મળી રહયા હોવાથી અનેક સવાલો ઉભા થયા છે. એવા સમયે જ સોશિયલ મીડિયાની સાઇટ ફેસબુક થકી એકબીજાના પરીચયમાં આવેલા તાલાલા ગીર પંથકના યુવાનને પ્રથમ અમેરીકા સ્‍થ‍િત યુવતિ સાથે ફ્રેન્‍ડશીપ થયા પછી વર્ચ્‍યુઅલી વાતચીતોમાં બન્‍ને વચ્‍ચેની મિત્રતા પ્રેમમાં અને બાદમાં પ્રેમ દાંપત્‍ય જીવનમાં પરીણામ્‍યો છે. અમેરીકાની ગૌરી ગીરના યુવકના પ્રેમમાં પડયા બાદ હિંદુ વિઘિ-રિવાજ મુજબ લગ્‍ન કરવા તાજેતરમાં અત્રે આવી હરખભેર હાથમાં મહેંદી રચી વિઘિસર લગ્‍ન પણ કર્યા છે.

પ્રથમ નિયમ મુજબ બન્‍નેએ સિવીલ મેરેજ કર્યા હતા
કહે છે કે વિઘિના લેખ કોઇ બદલી શકતુ નથી. તેમ ભગવાને ભાગ્‍યમાં લખેલી જીવનસાથી સાત સમુંદર દુર હોય તો પણ કોઇને કોઇ રીતે તેનો મિલાપ થઇ જ જાય છે. આ કહેવતને સાર્થક કરતો એક મિત્રતા પ્રેમમાં પરીણામી દાંપત્‍ય જીવન સુઘી પહોંચ્‍યાનો કિસ્‍સો ગીર પંથકમાંથી સામે આવ્‍યો છે. જે અંગે તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહીર કે જેને ફેસબુક સાઇટ થકી સાત સમુંદર પાર અમેરિકા સ્‍થ‍િત યુવતી સાથે તાજેતરમાં લગ્‍ન કર્યા છે.

પોતાની સ્‍ટોરી અંગે બલદેવ આહીર જણાવેલ છે કે, મૈ બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો અભ્‍યાસ કર્યો છે. 2014 માં લંડનથી પરત સ્‍વદેશ આવ્‍યા બાદ અહીં જોબ કન્‍સ્‍લટન્‍સીનો વ્‍યવસાય કરૂ છું. સને.2019 ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમ્‍યાન અમેરિકા સ્‍થ‍િત એલીઝાબેથ નામની યુવતીને ફ્રેન્‍ડ રીકવેસ્‍ટ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રીકવેસ્‍ટ એકસેપ્‍ટ કરતા મૈ મેસેન્‍જરમાં મેસેજ કરેલ જેનો રીપ્‍લાય આવતા અમારા વચ્‍ચે સામાન્‍ય વાતચીતનો દોર શરૂ થયો હતો. દરમ્‍યાન એક વખત મૈ તેની પાસે તેના વોટસએપ નંબર માંગતા અમો બન્‍નેએ એકબીજાને નંબરો આપ્‍યા હતા.

અમેરીકાની ગૌરી ગીરના યુવકના પ્રેમમાં પડયા બાદ હિંદુ બની
ત્‍યારબાદ ઘણા દિવસો પછી એલીઝાબેથનો સામેથી અચાનક વોટસઅપમાં વીડિયો કોલ આવ્‍યો હતો. ત્‍યારપછી છ એક માસના સમયગાળા દરમ્‍યાન અમારા બન્‍ને વચ્‍ચે મારા અભ્‍યાસ અને પરીવાર તથા તેના સંબંઘી વિષેની વાતચીતો થઇ હતી. આ વાતચીત દરમ્‍યાન અમો બન્‍નેને એકબીજા ઉપર લાગણી બંઘાઇ હતી. જેમાં મૈ સામેથી તેને મારી અંદર તેના માટે રહેલી પ્રેમની લાગણી વ્‍યકત કરી હતી. ત્‍યારે તેણીએ મારી રહેણી-કહેણી, કલ્‍ચર સહિતની બાબતો જાણવા અને વિચારવા માટે થોડો સમય માંગ્‍યો હતો. ત્‍યારબાદ થોડા સમય વિતી ગયા બાદ તેણીએ તેની મારા પ્રત્‍યેની લાગણી વ્‍યકત કરી હતી. બાદમાં અમો બન્‍નેએ પોત પોતાના પરીવારજનોને વાત કરી હતી.

હિંદુ સંસ્કૃતિ મુજબ બન્નેના ધામધૂમથી લગ્ન સંપન્ન થયા
ત્‍યારબાદ એક વખત એલીઝાબેથએ તેના ભાઇ અને બહેન સાથે મારી વાત કરાવેલ જે સકારાત્‍મક રહી હોવાથી તેણીના પરીવારજનો પ્રભાવિત થયા હતા. બાદમાં એલીઝાબેથએ મારી સાથે લગ્‍ન કરવાનું નકકી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી. જેને મૈ સ્‍વીકારતા પ્રથમ નિયમ મુજબ અમો બન્‍નેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલીઝાબેથએ અત્રે આવી હિંદુવિઘિ મુજબ લગ્‍ન કરવાનો આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્‍વીકારી અમોએ ગીર ખાતે થોડા સમય પૂર્વે અમો બન્‍નેએ હિંદુ સંસ્‍કૃત મુજબ વિઘિ વિઘાનથી લગ્‍ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *