છેડતી કરનારા ગાયકને ગાયિકાએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો

GUJARAT

વલસાડના વેલવાચ ગામે આયોજિત મ્યૂઝિકલ પાર્ટીમાં ગાયિકા સાથે અભદ્ર વર્તન કરનારા લંપટ ગાયકને યુવતીએ મેથીપાક ચખાડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાયકે યુવતીને પગે લાગીને તેની માફી માંગી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડના સ્થાનિક ગાયક મુકેશ પટેલે વેલવાચ ગામે આયોજિત સંગીતના કાર્યક્રમ દરમિયાન સાથી ગાયિકા યુવતી સાથે ગેરવર્તણૂંક કરી હતી.

આ બાબતે યુવતીએ સ્થાનિક યુવાનો સાથે મળીને મુકેશ પટેલને હાઈવે પર બોલાવ્યો હતો. જ્યાં મુકેશ પટેલ આવતા યુવતીએ તેને બરાબરનો મેથીપાક ચખાડીને લંપટ ગાયકની શાન ઠેકાણે લાવી દીધી હતી. આટલું જ નહીં, ગાયક મુકેશ પટેલ પાસે યુવતીના પગે લગાવવામાં આવે છે. સ્થાનિકો દ્વારા મુકેશ પટેલને માર મારીને યુવતી પાસે માફી મંગાવવામાં આવે છે. જેને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ગાયિકાનો આક્ષેપ છે કે, ગાયક મુકેશ પટેલ મ્યૂઝીકના કાર્યક્રમ દરમિયાન અવારનવાર આવી રીતે છેડતી કરતો હતો. આખરે કંટાળીને યુવતીએ સ્થાનિક યુવકોની મદદથી લંપટ ગાયકની શાન ઠેકાણે લાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *