વ્હાલસોયા માટે યમરાજ સામે જીંદગીનો જંગ લડી મા, પુત્ર જન્મ્યો હોવાનું સાંભળ્યા બાદ આંખો મીચી

Uncategorized

કાળમુખ કોરોનાએ અનેક ઘર-પરિવાર ઉજાડી નાખ્યા છે. કોઈના માથેથી છત્રા છીનવી લીધું તો કોઈના માથેથી જનેતાનો આધાર. કંઈક આવો જ આંખ ભરાઈ આવે એવો કિસ્સો ગુજરાતના બનાસકાંઠામાં સામે આવ્યો છે. અહીં એક યુવાન મહિલાએ દિકરાને જન્મ આપતાની સાથે જ અંખ મીચી હંમેશા માટે ભગવાનના ઘરની વાટ પકડી હતી.

કોરોનાગ્રસ્ત એવી એક આશાસ્પદ યુવતી માતા બની હતી. તે ડિલિવરી સમયે જ કોરોનાગ્રસ્ત થઈ હતી. કોરોના સામે જંગ લડી મહિલાએ પુત્રનો જન્મ આપ્યો હતો. પરંતુ પુત્રને જન્મ આપ્યા બાદ મહિલા જીંદગી સામેનો જંગ હારી ગઈ હતી.

ઘટનાની વિગતો પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતીયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થઈ હતી. પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ સરોજકુંવરને ધારપુર સિવિલ ખસેડાઈ હતી. જ્યાં સરોજે બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દિકરો જનમ્યો હોવાનું સાંભળા જ સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા હતાં. જાણે કે પોતાના વ્હાલસોયા વિષે જાણવા જ યમરાજ સામે જંગ લડી રહી હોય. જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી. સરોજકુંવરનો મૃતદેહ તેમના વાલીવારસોને સોંપાયો હતો.

પુત્ર બેબીકેરમાં સારવાર હેઠળ

તાજા જન્મેલા બાળકે માની છત્રછાયા ગુમાવી છે ત્યારે ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. તબીબીનું કહેવું છે કે, સરોજકુંવરનું સિઝેરિયન કરાયું હતું. હાલ બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આર ટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપાશે.

Leave a Reply

Your email address will not be published.