ગુજરાતના વાતાવરણમાં પલટો, આ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

GUJARAT

ભાવનગર જિલ્લાના જેસર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સિઝનનો પહેલો વરસાદ આવ્યો છે. તેમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. તથા પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તેમજ જેસર શહેરની શેરીઓમાં વરસાદી પાણીમાં ભરાઇ ગયા છે.

સિઝનના પહેલા વરસાદથી લોકો ખુશખુશાલ
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તેમજ સિઝનના પહેલા વરસાદથી લોકો ખુશખુશાલ થયા છે. જેમાં જેસરના ડેપલા, રાણીગામ, છાપરીયાલી, કાત્રોડી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે.

આગામી 3 કલાક સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેમાં ભાવનગર અને અમરેલીમાં ભારે પવનો ફુંકાશે તથા પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તેમજ પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી છે. તેમાં આગામી 3 કલાક સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે.

છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન
ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં સવારથી વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત છે. તેમાં કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે છે. જેમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તથા જો કમોસમી વરસાદ પડે તો કેરી, ઉનાળુ મગ, તલ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે. તેમજ કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને સૌથી વધુ નુકસાન થશે. તથા સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. તથા છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે.

કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને નુકસાનની ભીતિ
તેવામાં આજે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે. તેમજ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે. તેમજ 9 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા આ વર્ષે 12થી 14 આની જેટલો વરસાદ થાય તેવી આગાહીકારો દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં વસતા આગાહીકાર દ્વારા વરતારો નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે તમામ આગાહી કરો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે ત્યારે પશુ પક્ષીની બોલી, અખાત્રીજના દિવસે પવનનો વરતારો, તેવી જ રીતે આકાશમાં અને નક્ષત્રમાં થતા ફેરફારને આધારે આગાહી કરો વરસાદની આગાહી કરતા હોય છે. આ વર્ષે 12થી 14 આની એટલે કે મધ્યમ ચોમાસુ રહેશે તેવી આગાહી કરો દ્વારા આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.