વરસાદના કારણે ઘરમાં થઇ ગઇ છે માખીઓ તો કરો આ દેશી ઉપાય

GUJARAT

વરસાદને લઇને વાતાવરણમાં ખૂબ બદલાવ આવે છે. વરસાદના કારણે વાતાવરણ એકદમ ઠંડક થઇ જાય છે. પરંતુ સાથે જ ઘરમાં માખીઓનો ત્રાસ વધી જાય છે. જેના કારણથી તમને સમસ્યા થતી રહે છે. આ માખીઓ ખાવાનાની વસ્તુઓ પર બેસીને તેને દુષિત કરે છે. જેનાથી બીમારીઓ થવા લાગે છે. તો આવો જોઇએ કેવીરીતે વરસાદના કારણે થતી માખીઓને દૂર કરી શકાય.

તુલસી

હિન્દુ ધર્મમાં પૂજામાં ઉપયોગમાં લેવાતી તુલસી એક ગુણકારી ઔષધિ છે. જેનો ઉપયોગ અનેક રોગમાં કરવામાં આવે છે. શુ તમે જાણો છો કે તુલસી માખીઓને દૂર કરવામાં ઉપયોગી છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી વરસાદના કારણે માખીઓ ઘરમાં આવતી નથી.

કપૂર

માખીઓથી છૂટકારો મેળવવા માટે તમે દેશી નુસખા તરીકે કપૂરનો પણ ઉપયોગ કરી શકો છો. જેના માટે થોડૂંક કપૂર સળગાવો અને તેનો ધૂમાડો આખા ઘરમાં ફેલાવો. જેની સુગંધથી માખીઓ ભાગવા લાગશે.

તેલ

માખીઓને ભગાડવા માટે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. લવેન્ડર, નીલગિરી, ફુદીનો અને લેમન ગ્રાસ જેવા તેલનો ઉપયોદ માખીઓને ભગાડવા માટે કરવામાં આવે છે. તેને છાંટવાથી માખીઓ ઘરમાં કે રસોડામાં પ્રવેશ કરતી નથી.

લાલ મરચું

વરસાદના કારણે થતી માખીએને દૂર કરવા માટે તમે લાલ મરચાથી દૂર કરી શકો છો. થોડૂક લાલ મરચું પાવડર લઇને તેને સ્પ્રે બોટલમાં ભરી લો અને થોડૂક પાણી ઉમેરી લો અને આ મિશ્રણને ઘરમાં સ્પ્રે કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *