કોરોના વાયરસથી બચવા માટે આખા દેશમાં લોકોને વેક્સિનેટ કરાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બીમારીના ખતરાને ઓછો કરી શકાય. આ દરમિયાન ઇટાલીના રિસર્ચર્સે બીમારી બાદ શરીરમાં એન્ટીબોડીને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે કોવિડ-19 ઇન્ફેક્ટેડ થયાના 8 મહિના સુધી દર્દીના લોહીમાં એન્ટીબોડી રહે છે. મિલાનથી સૈન રાફેલ હૉસ્પિટલે જણાવ્યું કે બીમારીની ગંભીરતા, દર્દીની ઉંમર અથવા બીમારીની ઝપટમાં આવ્યા છતા આ એન્ટીબોડી લોહીમાં રહે છે.
નિષ્ણાતો કહે છે કે શરીરમાં કોરોનાની વિરુદ્ધ એન્ટીબોડી બન્યા રહેવા સુધી વાયરસનો ખતરો ખત્મ થઈ જાય છે. રિસર્ચર્સ ISS નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટની સાથે મળીને આના પર કામ કરી રહ્યા છે. સ્ટડી માટે તેમણે કોરોના વાયરસના લક્ષણવાળા 162 દર્દીઓને સામેલ કર્યા હતા, જેમને ગત વર્ષે પહેલી લહેર દરમિયાન ઇમરજન્સી રૂમમાં રાખવામાં આવ્યા હતા. આમના બ્લડ સેમ્પલ પહેલા માર્ચ અને એપ્રિલમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે લોકો સર્વાઇવ કરી રહ્યા હતા તેમને બ્લડ સેમ્પલ નવેમ્બરમાં ફરી લેવામાં આવ્યા. આમાંથી લગભગ 29 દર્દીઓના મોત થયા હતા.
ISSના નિવેદનમાં રિસર્ચર્સે જણાવ્યું કે કોરોના પોઝિટિવ આવ્યા બાદ આગામી 8 મહિના સુધી દર્દીઓના શરીરમાં બીમારીથી લડનારા એન્ટીબોડીઝ જોવા મળ્યા હતા. આમાંથી ફક્ત ત્રણ જ એવા દર્દીઓ મળ્યા જેમના શરીરમાં લાંબા સમય સુધી એન્ટીબોડીઝ નહોતા. આ સ્ટડી નેચર કૉમ્યુનિકેશન સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થઈ છે. સ્ટડીમાં રિસર્ચર્સે કોરોના વાયરસથી રિકવરીમાં એન્ટીબૉડીના વિકસિત થવાના મહત્વ પર ઘણો ભાર આપ્યો હતો. તેમણે ગંભીર રીતે બીમાર પડનારા દર્દીઓને લઇને પણ એક ખાસ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, જે દર્દીઓ ઇન્ફેક્શનના 15 દિવસમાં એન્ટીબોડી બનાવવામાં અસફળ હતા, તેમનામાં કોવિડ-19ના ઘાતક રૂપ વિકસિત થવાનું વધારે જોખમ હતુ.