વડોદરામાં ઓનલાઈન ચાલતાં બે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, યુવતી દીઠ 6000 તો નાઈટનો…..

GUJARAT

અત્યારના સ્માર્ટ ફોનનાં જમાનામાં હવે સેક્સ રેકેટ ચલાવતાં લોકો પણ સ્માર્ટ થઈ ગયા છે. વડોદરામાંથી પોલીસે ઓનલાઈન ચાલતાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે બે જગ્યાએ દરોડા પાડીને ચાર યુવતીઓ સહિત છ દલાલને ઝડપી પાડ્યા છે. ઈન્ટરનેટના માધ્યમથી દેહ વ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક ઇસમો દ્વારા આંતરરાજય હાઇપ્રોફાઇલ સેકસ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. Highest Standard Call Girls Escort Service Vadodara તથા oklute વેબસાઇટ ઉ૫રથી કોઇપણ વ્યકિત કોલ કરીને મનપસંદ યુવતીને બોલાવી શરીરસુખની મજા માણતા હતા. બાતમીના આધારે પોલીસે વેબસાઇટ અને વોટસઅપના માધ્યમથી દેહવિક્રયનો ધંધો કરતા એજન્ટનો સંપર્ક કર્યો હતો.

એજન્ટે સંપર્ક કર્યા બાદ વડોદરામાં આવેલી હોટેલમાં આવવા જણાવ્યું હતું. જે બાદ હોટલ સગુન રેસિડન્સી તથા અર્થ કોમ્પ્લેક્ષ, ફલેટ નં.202 અક્ષર ચોક, જે.પી.રોડ ખાતે પોલીસે રેડ પાડી હતી. આ રેડમાં છ એજન્ટો અને 4 કોલગર્લને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, એક્ટિવા, કોન્ડોમ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ ઈન્ટરનેટ પર ફોટો દ્વારા છોકરીઓ નક્કી કરતા હતા. અને સામે ચાલીને એજન્ટો વોટ્સએપ પર સુંદર યુવતીઓનાં ફોટા મોકલી આપતા હતા. જે બાદ એક યુવતી દીઠ 6000 રૂપિયા લેવામાં આવતા હતા. અને નાઈટ માટે યુવતી બોલાવવી હોય તો 15000 રૂપિયા લેવામાં આવતા હતા. સાથે જ સેક્સ રેકેટ ચલાવતાં એજન્ટો યુવતીઓને કોન્ટ્રાક્ટ ઉપર રાખતા હતા. તેઓની ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. પકડાયેલ યુવતીઓમાં ત્રણ પરપ્રાંતની તથા એક ગુજરાતની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *