‘વધુ ખાઇશ તો જાડી થઈ જઈશ, શારીરિક સંબંધમાં મજા નહીં આવે’ કહીને ડોક્ટર કરતો કંઇક આવું!

nation

ભાયલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ફરીયાબાદના ડોક્ટર પતિ વિરૃદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અને દહેજ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. વડોદરા તાલુકા પોલીસે ડોક્ટર પતિ સામે ઈપીકો કલમ 498 (કે), 323, 506 (2), 504 મુજબ ફરિયાદ નોંધી હતી.

ભાયલીમાં રહેતી 25 વર્ષની યુવતી એક હોટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે નોકરી કરે છે. શાદી ડોટ કોમની પ્રોફાઇલથી ફરિયાદાબાદના યુવકના માતા-પિતાએ યુવતીની માતાનો સંપર્ક કર્યો હતો. ડોક્ટર પતિની માતા એઇમ્સમાં નોકરી કરે છે.

યુવતીના લગ્ન ગત ડિસેમ્બર મહિનામાં ફરિયાદાબાદના ડોક્ટર લીઝો સીએમ મેથ્યુ સાથે થયાં હતાં. લગ્ન બાદ પતિ-પત્ની ફરિયાદબાદથી વડોદરા આવ્યાં હતાં. દરમિયાન ડોક્ટર લીઝો મેથ્યુએ યુવતીના કોલેજના મિત્રોના ફોટા જોઈ શંકા કરી હતી. આ મુદ્દે પતિએ પત્ની સાથે ઝઘડો પણ કર્યો હતો. ગત જાન્યુ.માંથી પતિ-પત્ની હનીમુન માટે વિદેશ ગયા હતાં. પતિએ પાંચ લાખ રૃપિયા અને હનીમુનનો ખર્ચ પિતા પાસે અપાવવો પડશે કહીં પત્નીને ત્રાસ આપ્યો હતો.

વિદેશમાં આઠ દિવસ દરમિયાન પત્નીને સતત ડોક્ટર પતિએ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. ડોક્ટર પતિએ પત્નીનો મોબાઇલ ફોન પણ તોડી નાંખ્યો હતો. જાડી થઈ જઈશ તેવું કહીં પતિ પત્નીને ખાવા માટે ફક્ત બે જ રોટલી આપતો હતો. પત્નીએ વડોદરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે પતિએ શારિરીક સંબંધમાં મજા આવે તે માટે પાતળું શરીર જાળવી રાખવાની દલીલે તેને ફક્ત બે જ રોટલી ખાવાનો તર્ક આપ્યો હતો.

પિતા સાથે અઠવાડીયામાં એક જ વખત વાત કરવાનું દબાણ પણ પરિણીતા પર તેનો પતિ કરતો હતો. આ સમગ્ર પ્રકરણમાં પત્નીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ડોક્ટર પતિ વિરૃદ્ધ ગઈકાલે ગુનો દાખલ કર્યો હતો.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતી લીઝોએ તેને સિંગાપોરની હનીમૂન ટુર કેન્સલ થવાના કારણે ધમકાવી હતી. પીડિતાનો પાસપોર્ટ ફાટી ગયેલો હોવાથી ટૂરના વિઝા મળી શક્યા નહોતા, ત્યારે પતિએ તેને ધમકાવી હતી. પતિ લીઝોએ પત્નીને કહ્યું હતું કે આ ટ્રીપનો ખર્ચો તારા બાપાએ આપવો પડશે.

પત્નીએ પોલીસને આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે સિંગાપોરની ટ્રીપ રદ થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ તેને આઠ દિવસ સુધી એક જ રૂમમાં ગોંધી રાખી હતી.આખરે પતિના ત્રાસથી કંટાળી અને પત્ની જેમતેમ કરીને વડોદરા પહોંચી હતી અને તેણીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *