વાળને લગતી દરેક સમસ્યા દૂર કરવા માટે બેસ્ટ છે ‘લીમડો’

helth tips

લીમડો એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ, એન્ટી-માઇક્રોબિયલ, એન્ટી-સેપ્ટિક, એન્ટી-ફંગલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લીમડો સ્વાસ્થ્યની સાથે જ ત્વચા અને વાળ સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. કેટલીક વખત વાળ ચીકણા થઇ જવા, ખંજવાળ આવવી, ખોડો થવાની સમસ્યાઓ વધવા લાગે છે. એવામાં તમે પોતાના વાળની સારસંભાળમાં લીમડાનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ આ વિશે…

લીમડાના પાણીનો ઉપયોગ –

આના માટે 10-12 લીમડાના પાંદડાને ધોઈ લો. હવે એક તપેલીમાં 4-5 કપ પાણી અને લીમડાના પાંદડાને ઉકાળો. પાણીનો રંગ બદલાવા લાગે એટલે એને ગેસ પરથી ઉતારીને ઠંડુ કરીને ગાળી લો. હવે વાળ ધોયા પછી છેલ્લે આ પાણીથી વાળ ધોઈ લો. તમે શેમ્પૂ સાથે આ ઉપાય અજમાવી શકો છો. આ પ્રયોગથી વાળના મૂળને પોષણ મળશે. એવામાં ખોડો, ખંજવાળ વગેરેની સમસ્યાઓ દૂર થઈને વાળ સુંદર, મુલાયમ અને ઘાટા દેખાશે.

લીમડાનો હેર માસ્ક –

વાળને ખરતા રોકવા અને વાળને પોષણ મળે એ માટે લીમડાનું હેર માસ્ક બનાવીને લગાવી શકો છો. આ માટે લીમડાના થોડાક પાંદડા સુકવી દો. હવે મિક્સરમાં પીસીની પાવડર બનાવી લો. એક બાઉલમાં 3-4 મોટી ચમચી લીમડાનો પાવડર અને જરૂર અનુસાર પાણી ઉમેરો. તૈયાર કરેલી પેસ્ટને વાળના મૂળથી લઈને વાળના છેડા સુધી લગાવો. 30 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. સારા અને ઝડપી પરિણામ માટે આને અઠવાડિયામાં 2 વાર લગાવો.

લીમડો અને મીઠો લીમડો –

લીમડાની જેમ જ મીઠા લીમડાને પણ વાળ માટે સારો માનવામાં આવે છે. એવામાં લીમડા અને મીઠા લીમડાના પાંદડાની પેસ્ટ બનાવીને વાળ પર લગાવી શકો છો. આ માટે લીમડા અને મીઠા લીમડાના પાંદડાને તડકામાં સુકવીને બંનેને જુદા-જુદા પીસીને પાવડર બનાવી લો. હવે એક બાઉલમાં 2-3 મોટી ચમચી લીમડાનો પાવડર અને મીઠા લીમડાનો પાવડર મિક્સ કરી લો. પછી એમાં જરૂર અનુસાર પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પેસ્ટને વાળના મૂળથી શરુ કરીને આખા વાળ પર લગાવો. 30 મિનિટ સુધી રાખીને પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ કાઢો. આ હેર પેકને અઠવાડિયામાં 2 વાર લાગાવી શકો. આનાથી વાળ મૂળથી મજબૂત થશે. એવામાં વાળ ખરતા ઓછા થશે અને વાળ લાંબા, મજબૂત અને ઘાટા, કાળા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *