ઉપવાસ દરમિયાન ખાવા અને બનાવવા માટે હેલ્ધી અને ટેસ્ટી છે ‘અરબી કટલેટ્સ’

GUJARAT

નવરાત્રિના ઉપવાસ દરમિયાન માત્ર થોડા ગણતરીના જ શાકભાજી એવા હોય છે કે જે ખાઈ શકાય છે, જેમાંથી એક છે અરબી. જો તમારે અરબીનું શાક ન ખાવું હોય તો તમે તેની કટલેટ્સ બનાવીને પણ ખાઈ શકો છો. તે ફરાળમાં ખાવા માટે એકદમ પરફેક્ટ છે. જાણો કેવી રીતે બનાવશો આ કટલેટ્સ

સામગ્રી:

અરબી – 8-10
શિંગોડાનો લોટ – 1/2 કપ
મગફળી – 1/2 કપ
લીલા ધાણા – 1 થી 2 ચમચી
લીલા મરચા – 2 થી 3
આદુ – 1 ટીસ્પૂન
કાળા મરી – 1/2 ટીસ્પૂન
સિંધવ મીઠું – 1 ટીસ્પૂન
તેલ – 4 ચમચી
પદ્ધતિ:

કટલેટ્સ બનાવવા માટે, પહેલા અરબીને કૂકરમાં 1-2 સીટી વગાડીને બાફી લો. તેને થોડું ઠંડુ થવા દો, પછી તેની છાલ ઉતારીને તેને મેશ કરી લો. હવે શિંગોડાનો લોટ, લીલા મરચા, આદુ, કાળા મરી, ક્રશ કરેલા મગફળી, લીલા ધાણા અને સિંધવ મીઠું ઉમેરો અને બધું સારી રીતે મિક્સ કરી દો. હવે હાથ પર થોડું તેલ લગાવીને અને મિશ્રણને કટલેટનો આકાર આપો. કટલેટ્સ ડીપ ફ્રાઇડ પણ કરી શકો અને સેલો ફ્રાય પણ કરી શકો. એક નોન સ્ટીક પેનમાં 2 ચમચી તેલ નાખો અને કટલેટ્સને ધીમા તાપે બંને બાજુએથી શેકી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *