ઉંઘમાં પાણી સમજીને પી ગયો પીગળેલું મીણ, પછી તો શખ્સના થયા આવા બેહાલ

GUJARAT

બ્રિટનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સે ભૂલથી મીણ પી લીધું. શખ્સે મીડિયાના માધ્યમથી લોકોને તેની સાથે બનેલી ઘટના અંગે જણાવ્યું.

મિરરમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે શખ્સની અડધી રાત્રે ઉંઘ ઉડી અને ભૂલથી મીણ પી ગયો. તેના લીધે તેના દાંત પર મીણ જામી ગયું અને તેના મોની ઉપરના ભાગમાં મીણનું કોટિંગ થઇ ગયું.

શખ્સે કહ્યું કે તેના બેડની બાજુમાં એક સ્ટુલ મૂકેલું છે. તેના પર સૂતા સમયે તે ગ્લાસમાં પાણી પીવે છે. એ રાત્રે સ્ટુલ પર પાણીના ગ્લાસની સાથે એક કેન્ડલ પણ મૂકી હતી. તે કેન્ડલ પણ કાચના ગ્લાસમાં હતી. આથી જ્યારે ઉંઘમાં પાણી પીવા માટે ઉઠ્યો તો પાણીના ગ્લાસની જગ્યાએ હાથમાં કેન્ડલવાળો ગ્લાસ ઉઠાવીને પી લીધો.

શખ્સે કહ્યું કે પહેલી વખત તેની સાથે આવી અજીબ ઘટના બની. જો કે હવે આ ઘટના અંગે વિચારે છે તો હસું આવે છે તેનાથી આવી બેવકૂફી થઇ ગઇ? કેન્ડલનું પીગળેલું મીણ પીતા જ શખ્સનું મોં બળી ગયું. પછી તેણે તરત જ મીણને થૂકવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધીમાં તેના મોંમાં મીણ જામી ચૂકયું હતું.

શખ્સે કહ્યું કે જ્યારે તેના મોંમાં મીણ જામી ગયું ત્યારે તેને સમજાતું નહોતું કે તે શું કરે કારણ કે તેણે ઉંઘમાં મીણ પી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published.