ઊંઘ સાથે જોડાયેલી આ ભૂલો કરી રહી છે તમને વૃદ્ધ, યુવાન દેખાવા માટે કરો આ સુધારા

helth tips

ઘણી એવી સમસ્યાઓને કારણે, વ્યક્તિ તેની વાસ્તવિક ઉંમર કરતાં વધારે વૃદ્ધ દેખાવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે લોકો આ સમસ્યાને ઠીક કરવા માટે આપણે આહારમાં ફેરફાર કરીએ છીએ, વધુ પાણી પીએ છીએ, પણ આમાં ઊંઘવાની દિનચર્યા સૌથી મોટી ભૂમિકા ધરાવે છે, જેના પર લોકો ઓછું ધ્યાન આપે છે. તો આજે આપણે ઊંઘ સંબંધિત એવી ભૂલો વિશે જાણીએ જે વ્યક્તિને ઝડપથી વૃદ્ધ બનાવી શકે છે.

ઓશીકામાં છુપાયેલા બેક્ટેરિયા – શું તમે જાણો છો કે જે ઓશીકા પર માથું મૂકીને તમે ઊંઘો છો એમાં કેટલા બેક્ટેરિયા હોય છે? તમારા શરીરનો પરસેવો, મેકઅપ, ડેડ સ્કિન સેલ્સ, હેર પ્રોડક્ટ્સ અથવા સ્કીન ક્રિમથી બનેલા આ બેક્ટેરિયા દરરોજ રાત્રે તમારી સાથે ઊંઘે છે. 2011માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ એક ઓશીકામાં લગભગ 3.5 લાખથી વધુ બેક્ટેરિયા હોઈ શકે છે. તેથી સુતા પહેલા ખાતરી કરો કે તમારું ઓશીકું સાફ હોય.

ઓશીકાનાં કવરનું મટીરીયલ – સિલ્કથી બનેલું તાકિયાનું કવર સારું હોય છે, આરામદાયક હોય છે. રાત્રે સૂતી વખતે જયારે આપણે પાસાઓ બદલીએ છીએ ત્યારે એનાથી ત્વચા પર દબાણ અથવા કરચલીઓ આવવાની શક્યતા પણ ઓછી હોય છે. સિલ્કનું કાપડ તમારા ચહેરાની ત્વચામાંથી કુદરતી તેલ પણ શોષતું નથી. સિલ્કમાં એમિનો એસિડ પણ હોય છે જે કોલેજનના ઉત્પાદનમાં વધારો કરે છે.

સ્લીપિંગ પોઝિશન – જો જાગ્યા પછી તમને ત્વચામાં સોજો લાગે છે તો તમારે સૂવાની સ્થિતિ બદલવાની જરૂર છે. નિષ્ણાતો કહે છે કે ઊંઘતી વખતે, શરીરની આડી સ્થિતિ પ્રવાહી વિતરણના સંતુલનને ઉપરની તરફ ધકેલે છે. તેનાથી આપણા ચહેરાના સ્નાયુઓ ફેલાય છે અને તેથી જ આપણે ચામડીમાં ખેંચાણ અથવા સોજો અનુભવાય છે. તેથી જ નિષ્ણાતો તમારી પીઠ પર સીધા સૂવાની સલાહ આપે છે.

નાઈટ ક્રીમનો ઉપયોગ – નિષ્ણાતો સૂચવે છે કે રાત્રે સૂતા પહેલા, લોકોએ નાઈટ ક્રીમથી બે મિનિટ ફેશિયલ મસાજ કરવું જોઈએ. તેનાથી ચહેરાની ત્વચામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રહેશે અને તમે વધુ યુવાન દેખાશો.

પૂરતી ઊંઘ – નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 8-9 કલાકની ઊંઘ લેવી જોઈએ. એનાથી માત્ર આપણી ત્વચા જ નહીં, પણ આપણું શરીર પણ તાજગી અનુભવે છે. વૃદ્ધ દેખાવાની સમસ્યાને ટાળવા માટે, પુષ્કળ પાણી પીવો અને લીલા શાકભાજી અને ફળોને આહારમાં શામેલ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *