ઉંમર વધવાથી નહીં પરંતુ આ કારણથી થાય છે કમરનો ખૂબ દુખાવો, જાણો તેનો ઇલાજ

Uncategorized

વધતી ઉંમરથી તમારા કમરનો દુખાવો વધવા લાગે છે. ખાસ કરીને લોકોને એવું લાગે છે કે વધતી ઉંમરના કારણે કમરનો દુખાવો થાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ક્યારેક ખોટી રીતે ઉઠવા બેસવા, ઇજા, ખાણી-પીણીને કારણે પણ કમરનો દુખાવો થવા લાગે છે. પરંતુ આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેનો ઉપયોગ કરવાથી કમરના દુખાવામાં રાહત મળી શકે છે. તો આવો જોઇએ કેવી રીતે કમરના દુખાવાથી રાહત મેળવી શકાય છે.

– કેલ્શ્યિમની ઉણપના કારણે પણ કમરમાં દુખાવો થઇ શકે છે. નિયમિત રીતે બે ગ્લાસ દૂધનું સેવન કરવું જોઇએ. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શ્યિમ હોય છે. જે તમારા હાડકાને મજબૂત બનાવે છે અને તેના કારણથી કમરના દુખાવાથી છૂટકારો મળી શકે છે.

– લસણમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી સેપ્ટિક ગુણ રહેલા છે. એક બોટલમાં 400 ગ્રામ ઝીણી સમારેલી લસણ ઉમેરી તેમા એક લીટર કાચા સુરજમુખીનું તેલ ઉમેરો અને આ બોટલને બંધ કરીને રાખો. આ બોટલને તડકો ન અડવો જોઇએ. હવે 15 દિવસ બાદ આ બોટલથી તેલ નીકાળીને ગાળી લો. તે બાદ આ તેલથી રોજ સવાર સાંજ તમારી કમરની માલિશ કરો.

– સિંઘા મીઠાના ઉપયોગથી પણ કમરના દુખાવાથી છૂટકારો મેળવી શકાય છે. જેના માટે નિયમિત રીતે સ્નાન કરવાના પાણીમાં સિંધા મીઠું ઉમેરીને સ્નાન કરવું જોઇએ. આમ કરવાથી તમને કમરના દુખાવાથી રાહત મળી શકે છે.

– તે સિવાય તમે ગરમ પાણીથી પણ શેક કરી શકો છો. જેનાથી જલદી કમરના દુખાવામાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published.