યૂક્રેન: ઘરના બેઝમેન્ટમાં 19 સરોગેટ બાળકો યુદ્ધમાં ફસાયાં, આયાઓ રક્ષામાં

WORLD

યૂક્રેનની રાજધાની કિવના એક ઘરના બેઝમેન્ટમાં 19 બાળકો છે. કેટલાંક બાળકો સૂઇ રહ્યાં છે તો કેટલાંક રડી રહ્યાં છે. આ તમામ સરોગેટ બાળકો છે. અને લ્યુડમિલા યાશેન્કો નામના મહિલા તેમની સારસંભાળ રાખી રહ્યાં છે.

ઘરના બેઝમેન્ટમાં એકદમ સ્વસ્છ અને સુઘડ વાતાવરણમાં બાળકોને રખાયાં છે. આ સરોગેટ બાળકોને રશિયન બોમ્બમારાથી બચાવવા માટે ઘરના બેઝમેન્ટમાં રખાયાં છે. અહીં બાળકોના ભોજનથી માંડીને તમામ અન્ય સુવિધા રખાઇ છે.

યાશેન્કો અને અન્ય આયાઓ રડતા બાળકોને એક માતાની જેમ સંભાળી રહી છે. તેમને થાબડે છે, તેમની સંપૂર્ણ સેવા-સુશ્રુષા કરી રહી છે.

એક તરફ શહેર રશિયન બોમ્બમારામાં તારાજ થઇ રહ્યું છે તો બીજી તરફ અહીં નવું જીવન ઉછરી રહ્યું છે. આ બાળકોને સરોગેટ માતાઓએ જન્મ આપ્યો હતો, તેમના જૈવિક માવતર હાલ યુદ્ધના કારણે દૂર છે ત્યારે આ નવજાત બાળકોની નાગરિકતા હાલ અધ્ધરતાલ છે.

યાશેન્કો આ બાળકોને છોડીને જવા માટે તૈયાર નથી

આ મહિલાઓ મોતના ઓથાર હેઠળ આ બાળકોની રક્ષા કરી રહી છે. યાશેન્કોના અનુસાર અમે આ બાળકોને છોડીને ન જઇ શકીએ. યાશેન્કોના પતિ અને તેમના બે સંતાનો બંને યૂક્રેન સેનામાં ફરજ બજાવે છે. તેઓ યાશેન્કોને દેશ છોડીને જવા કહે છે પણ યાશેન્કો આ બાળકોને છોડીને જવા માટે તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published.