હું કેટલાય સમયથી હસ્તમૈથુન કરું છું તો શું એના લીધે હથિયાર નાનું થઇ જશે ?? શું નુકશાન થાય રોજ કરવાથી ??

GUJARAT

પ્રશ્ન : મારી ઉંમર ૬૨ વર્ષની છે. ડાયાબિટીઝ કે બ્લડપ્રેશરની કોઈ તકલીફ નથી. ચારેક વર્ષ પહેલાં ડૉક્ટરની સલાહ મુજબ શીઘ્રપતન અને ઉત્થાનની સમસ્યા માટે ગોળી લેવાથી મારી સમસ્યા દૂર થઈ ગઈ હતી, પણ છેલ્લા ૬ મહિનાથી આ ગોળીઓ લેવા છતાં બન્ને સમસ્યા ફરી થવા લાગી છે.
એક પુરુષ (જામનગર)

ઉત્તર : મારા અનુભવ પ્રમાણે ટાડાલાફિલ કરતાં સિલ્ડેનાફિલ એટલે કે દેશી વાયેગ્રા ઈન્દ્રિયના ઉત્થાન માટે વધુ મદદરૂપ થાય છે. આ ગોળીની અસર લગભગ ૬ કલાક સુધી રહે છે. કેટલાક લોકોમાં શીઘ્રસ્ખલન માટે પેરોક્સિટિન જોઈએ એટલી અસર નથી કરતી. તો એવી વ્યક્તિ ક્લોનિલ નામની ૧૦થી ૨૦ મિલીગ્રામની ગોળી જો સમાગમના ૬ થી ૮ કલાક પહેલાં લે તો એ શીઘ્રસ્ખલનને વિલંબિત સ્ખલનમાં ફેરવવામાં ખૂબ મદદરૂપ થઈ શકે. આ ગોળીઓ હંમેશાં તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ હેઠળ જ લેવી જોઈએ. આ ગોળીની કોઈ એવી વિશેષ વિપરીત અસર નથી.

પ્રશ્ન : હું બારેક વર્ષનો હતો ત્યારથી જ મને હસ્તમૈથુનની આદાત પડી ગઈ છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે હસ્તમૈથુન કરવાથી ઈન્દ્રિય નબળી પડી જાય છે અને શરીર કમજોર થઈ જાય છે. ઈન્દ્રિયની નસો ઢીલી થઈ જાય છે અને કામેચ્છામાં ઊણપ જણાય છે. લગ્ન થયા પછી પાર્ટનરને સેક્સ માણવામાં બરોબર સાથ આપી નથી શકાતો.

એક યુવક (ભુજ)

ઉત્તર : નવજાત શિશુઓ પણ ઊલટા થઈને શય્યા સાથે હસ્તમૈથુન કરતા હોય એવા દાખલા પણ ઘણી વાર નોંધાયા છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ એક પ્રકાર છે. મૈથુન વખતે જે ક્રિયા ઈન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન વખતે ઈન્દ્રિય મુઠ્ઠીમાં કરે છે. એટલે જેમ મૈથુનથી કોઈ કમજોરી નથી આવતી કે કહેવાતી નસો કમજોર નથી પડી જતી એમ હસ્તમૈથુનમાં કોઈ કમજોરી કે નસો કમજોર થવાની શક્યતા નથી અને ‘આપણી’ કામેચ્છા પણ રાબેતા મુજબ રહે છે અને વિપરીત પરિસ્થિતિ પણ નથી સર્જાતી.

Leave a Reply

Your email address will not be published.