આપણા ભારતમાં એક એપ્લિકેશન જોરદાર પોપ્યુલર થઈ અને વધતા વિરોધ વચ્ચે તે બંધ પણ થઈ જી હા અમે વાત કરી રહ્યા છે ટિકટોકની જેને ખુબજ ઓછા સમયમાં તરખાટ મચાવી દીધો હતો, પણ વધતા વિરોધ વચ્ચે આપણી ભારત સરકારે તે એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને ટિકટોકના સ્ટાર ઓછા થઈ ગયા જે આખો દિવસ વિડિઓ બનાવતા હતા..
પણ આવી જ એક યુવતીની આપણે વાત કરીયે. કે જેને ખુબજ પોપ્યુલર થઈ અને તેના ચાહકોમાં પણ જબરો વધારો થયો.. જી હા અમે વાત કરી રહ્યા છે એન્જલ નો
અને તમને એક સારી વાત એ પણ હું જણાવી દવ કે એન્જલ હવે સાઉથના પિક્ચરોમાં આવવાની છે
ટૂંકા વીડિયો દ્વારા આખી દુનિયાના ફેન ફોલોઈંગનું ધ્યાન આકર્ષિત કરનાર એન્જલ આજે ખુબ પ્રખ્યાત છે. એમએક્સ ટાકાટક પર તેના 1.4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. એન્જલે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સાઉથની એક ફિલ્મમાં જોવા મળશે.
તેણે જણાવ્યું કે તેણે તાજેતરમાં જ તેની પહેલી સાઉથની ફિલ્મ સાઇન કરી છે.
રાય કહે છે, ‘હું ઈન્ડિયન આઇડોલના વિજેતા સલમાન અલી સાથે એક નવું ગીત પણ કરી રહી છું. એન્જલ રાયનું ગીત ‘રોઇ ના જે યાદ મેરી’ પહેલાથી જ યુટ્યુબ પર લાખો વ્યૂ મેળવી ચૂક્યું છે.
એન્જલ મોડેલ પણ છે જે હંમેશાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ત્યારે અહીં જુઓ નવા ફોટોઝ…