‘તું મને હવે ગમતી નથી જેથી હું તારી સાથે બોલતો નથી’ કહી પતિએ ગર્ભવતી પત્ની સાથે કર્યું ન કરવાનું કામ

GUJARAT

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના ઠક્કરનગરમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીના લગ્ન સાત મહિના પહેલા થયા હતા. જો કે, લગ્નના એક મહિના પછી પતિ અવાર નવાર ત્રાસ આપતો હતો. એક દિવસ ‘તું મને ગમતી નથી’ તેમ કહીને પતિએ ગર્ભવતી પત્નીને ફટકારી હતી. આ અંગે પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઠક્કરબાપાનગરમાં રહેતી ૨૩ વર્ષીય અનુ(નામો બદલેલા છે)ના લગ્ન ફ્રેબુઆરી ૨૦૨૧માં વિશાલ સાથે થયા હતા. લગ્નના એક મહિના પછી અચાનક વિશાલે અનુ સાથે બોલવાનું બંધ કરી દીધુ હતુ. બાદમાં અનુએ વિશાલને પૂછયું કે, તમે કેમ મારી સાથે બોલતા નથી. જેથી વિશાલે પત્નીને કહ્યું કે, તું મને હવે ગમતી નથી જેથી હું તારી સાથે બોલતો નથી કેમ કહીને ઝઘડો કર્યો હતો.

બીજી તરફ, અનુ ગર્ભવતી થતાં વિશાલને પસંદ ન હોવાથી અવાર નવાર ઝઘડો કરતો હતો. એક દિવસ વિશાલ નોકરી પૂર્ણ કરીને પરત ઘરે આવ્યો હતો ત્યારે ફરીથી એક વખત અનુએ વિશાલ સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું. જેથી વિશાલે ઉશ્કેરાઇ જઇને ગર્ભવતી અનુને ફટકારી હતી.

બૂમાબૂમ થતાં આસપાસના લોકોએ આવીને અનુને બચાવી હતી. આ કંકાસથી કંટાળી અનુ પિયર ખાતે રહેવા જતી રહી હતી. આ અંગે અનુએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *