TRP ની મહિમા અપરમપાર, 10 વર્ષના બાળકને 18 વર્ષની યુવતી સાથે થઇ ગયો પ્રેમ

GUJARAT

શું કન્ટેન્ટના નામ પર ભારતીય ટેલિવિઝન પર આવતા અશ્લિલ શો પર ભરોસો કરી શકાય. શું ભારતમાં ટીવી સિરિયલ્સનાં નિર્માતાઓ TRP ના નામે મર્યાદાઓને પાર કરી શકે છે. એક બાજું જ્યાં ફિલ્મો પર સેન્સર બોર્ડની કાતર ફરી જાય છે ત્યાં જ ટીવી પર આવતી સિરીયલોનું સ્તર જરૂરતથી પણ વધારે ઘટતુ જઇ રહ્યુ છે. પરંતુ તેના પર કોઇ પ્રકારની રોક લગાવવામાં નથી આવી રહી.

સોની ટીવી પર હાલમાં જ શરૂ થયેલ ‘પહરેદાર પિયા કી’ સીરિયલ આગામી દિવસોમાં શુ વળાંક લેશે તે કહેવુ થોડુ મુશ્કેલ છે. પરંતુ પ્રથમ એપિસોડમાં જેવી રીતે 10 વર્ષનાં બાળકને સિરિયલને એક્ટ્રેસનો પીછો કરતો અને સંતાઇને તેની તસવીરો ક્લિક કરતા દેખાડવામાં આવ્યો છે. આ બધુ જોઇને થોડૂ અજીબ લાગી રહ્યુ છે.

આ ટીવી સિરિયલ વિરૂદ્ધ ટીવી અભિનેતા કરણ વાહીએ પણ પોતાની ભડાસ નીકાળી છે. કરણે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે,”પ્રિય ચેનલ અને પ્રોડ્યૂસર, હું સમજી સકુ છે કે આપણે ‘હાઉ આઇ મેટ યોર મધર’ અને ફ્રેંડસ જેવા શો નથી બનાવી શક્તા અને ઇમાનદારી સાથે કહુ તો હું તેની આશા પણ નથી રાખતો. પરંતુ ભગવાન માટે અને બધા જે કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કૃપા કરીને કનટેન્ટના નામે મુર્ખતા ના વેચશો. આ કન્ટેન્ટ ટીઆરપી તો આપી શકે છે પરંતુ આ શો કોઇ જોતુ નથી. બાકી લોકોને તો જવા દો આપણી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ શો નથી દેખતા. જે પણ લોકો શોનો ભાગ છે હું તેમના માટે પ્રાર્થના કરૂ છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *