ટ્રેનના મુસાફરો માટે ખુશખબર, આ કામ માટે નહીં થાય દંડ

GUJARAT

અત્યાર સુધી જો તમે બોર્ડિંગ સ્ટેશનને બદલે અન્ય કોઈ સ્ટેશનથી ટ્રેન પકડતા હતા તો તમારે દંડ ભરવો પડતો હતો. હવે એવું નહીં થાય. IRCTCએ રેલવે મુસાફરોને મોટી રાહત આપી છે. હવે મુસાફરો ટ્રેન પકડતા પહેલા ટ્રેન ટિકિટમાં બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે.

મુસાફરોને મળશે આ લાભ

ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા રેલ મુસાફરો IRCTCની આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો કે, તમે ટિકિટ ઑફલાઇન અથવા એજન્ટ દ્વારા લીધી હોય, તો તમને IRCTCની આ સુવિધાનો લાભ નહીં મળે. જે મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે તેઓ જાતે જ આ ફેરફારનો લાભ લઈ શકશે.

ભરવો પડતો હતો આટલો દંડ

અત્યાર સુધી એવો નિયમ હતો કે જો તમે ફિક્સ બોર્ડિંગ સ્ટેશન સિવાયના સ્ટેશન પરથી ટ્રેન પકડો છો તો તમારે દંડ ભરવો પડતો હતો. આ સાથે જ ટ્રેન પકડવા માટે બોર્ડિંગ સ્ટેશનથી સ્ટેશન સુધીનું ભાડું પણ પેસેન્જર પાસેથી વસૂલવામાં આવતું હતું. હવે આ દંડ ફક્ત તે મુસાફરોને ચૂકવવો પડશે જેઓ બોર્ડિંગ સ્ટેશન બદલ્યા વિના બીજા સ્ટેશનથી ટ્રેન પકડશે.

આ બાબતો જાણવી જરૂરી

IRCTC દ્વારા આપવામાં આવતી સુવિધાનો લાભ લેતા પહેલા, કેટલીક અન્ય બાબતો પણ જાણવી જરૂરી છે. એકવાર તમે બોર્ડિંગ સ્ટેશન બદલ્યા પછી, તમને ફરીથી બદલવાનો વિકલ્પ મળશે નહીં. બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે તમારે આ કામ ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા કરવું પડશે.

આ રીતે પાંચ સ્ટેપમાં બોર્ડિંગ સ્ટેશન બદલો:

1: સૌ પ્રથમ IRCTC વેબસાઇટ (irctc.co.in) જઇને લોગિન કરો.
2: તમારા એકાઉન્ટમાં બુકિંગ ટિકિટ History ખોલો.
3: અહીં તમને તે તમામ ટ્રેનોની યાદી મળશે જેમાં તમે ટિકિટ બુક કરાવી છે. ટિકિટ પસંદ કરો જેમાં સ્ટેશન બદલવું છે.
4: ટ્રેન પસંદ કર્યા પછી, ચેન્જ બોર્ડિંગ પોઈન્ટનો વિકલ્પ ઉપલબ્ધ થશે. તેને પસંદ કરો.
5: હવે એક નવું પેજ ખુલશે, જેમાં બાકીના સ્ટેશનો ડ્રોપ ડાઉનમાં બતાવવામાં આવશે. આ સૂચિમાંથી, તમે તે સ્ટેશન પસંદ કરો જ્યાંથી તમે ટ્રેન પકડવા માંગો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *