…તો રેખા હોત અમિતાભની બીજી પત્ની

BOLLYWOOD

બોલિવૂડના મહાનાયક અને કરોડો ચાહકોના માનીતા એવા અમિતાભ બચ્ચનનો ગઈકાલે 79મો જન્મદિવસ હોવાની સાથે જ ચાહક વર્તુળમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો વોટ્સએપ સ્ટેટસ અને મેસેજમાં અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનાં લગ્નને 48 વર્ષ થઇ ગયા છે. જો આપણે બીગ બીની વાત કરીએ તો અભિનેત્રી રેખા આપણને આપમેળે યાદ આવી જાય છે. આ બંન્ને વચ્ચે ફસાયેલ જયા બચ્ચનને પોતાના પતિને મેળવવામાં ખુબ મહેનત કરવી પડી હતી. તો આવો આજે અમે તમને જણાવીએ એક એવો કિસ્સો જેના કારણે અમિતાભ રેખાથી હંમેશા માટે દૂર ચાલ્યા ગયા.

આ કિસ્સો વર્ષ 1977નો છે જ્યારે અભિનેત્રી રેખા માંગમાં સિંદૂર ભરીને મા બનવાની ખબરો આપીને અમિતાભ સાથે સંબંધ જગજાહેર કરી રહી હતી. ત્યાં જ બીજી બાજૂ જયા શાંતિથી પોતાના પરિવારને વિખેરાવાથી બચાવાનાં સંપૂર્ણ પ્રયાસ કરી રહી હતી. ત્યારે એક દિવસ ફિલ્મનાં શૂટિંગ માટે બીગ બી મુંબઇથી બહાર હતા ત્યારે જયાએ રેખાને ફોન કર્યો. જો કે રેખાને ત્યારે એવુ લાગ્યુ હતુ કે, જયા તેને ગાળો ભાંડશે પરંતુ આવુ કંઇ જ ન બન્યુ. જયાએ રેખાને પોતાના ઘરે ડિનર માટે બોલાવી અને રેખાએ થોડા ડર સાથે આમંત્રણ સ્વીકારી લીધુ અને રાતના સમયે તેઓ ડિનર માટે ભેગા થયા.

રાત્રીનાં સમયે બંન્નેએ ડિનર કર્યા બાદ ખુબ વાતો કરી જેમા બંન્નેએ અમિતાભનું નામ પણ ન્હોતુ લીધુ. આ મુલાકાતમાં જયાએ રેખાને પોતાના ઘરનું ઇન્ટીરિયર અને ગાર્ડન બતાવ્યુ. જયાએ રેખાનો ખુબ સત્કાર કર્યો. બાદમાં જ્યારે રેખા ઘરે પરત જવા નિકળી ત્યારે જયાએ તેને એક એવી વાત સંભળાવી જેને સાંભળીને રેખાનાં પગ નીચેથી જમીન સરકી ગઇ. જયાએ રેખાને કહ્યુ, ‘જે થવુ હોય તે થાય પરંતુ હું અમિતાભને ક્યારેય મારાથી અલગ નહી કરૂ’.

જોકે આ ડિનર બાદ મીડિયામાં ખુબ ચર્ચાઓ થઇ હતી પરંતુ જયા કે રેખાએ મીડિયામાં આ અંગે કોઇ નિવેદન આપ્યુ ન હતુ. અમિતાભ પણ આ ડિનર પછી સમજી ગયા કે, જયાને બધી ખબર પડી ગઇ છે માટે તેમણે પણ રેખાથી દૂરી બનાવી લીધી. જો કે જાણકાર તો એવુ પણ કહે છે કે, જયાએ આ ડિનરનું આયોજન ન કર્યુ હોત તો કદાચ આજે રેખા અમિતાભનાં જીવનમાં બીજી સ્ત્રી બનવામાં સફળ બની ગઇ હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *