તમારા વોટ્સપમાં તમારો ફ્રેન્ડ પૈસા માંગે તો આપતા નહિ, જાણી લો કેમ કહ્યું મેં આવું

nation

આજના આ ઓનલાઈનના જમાનામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. જેના પગલે સાઈબર ફ્રોડના કેસોમાં પણ દિવસે દિવસે ધરખમ વધારો થઈ રહ્યો છે. દેશભરમાં આજકાલ સાયબર ચોરીની ઘટના સાંભળવા મળે છે. એવામાં એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ ઘટના મહારાષ્ટ્રના થાણેની છે. હાલમાં જ થાનેમાં એક ફ્રોડ્સટરે એક 60 વર્ષના વ્યક્તિ પાસેથી વોટ્સએપ દ્વારા 8.98 લાખ રૂપિયાની ચોરી કરી છે.

થાણેના એક 60 વર્ષી વરિષ્ઠ નાગરિકને સાઉદી અરબમાં રહેતા તેમના એક મિત્ર ભૂપેન્દ્ર મોદીનો 1 ઓગસ્ટે વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે મેડિકલ ઈમરજન્સીના પગલે તેને રૂ.98,000ની જરૂરીયાત છે. 2 ઓગસ્ટે મેસેજ જોતા જ ફરિયાદકર્તાએ તેના મિત્રના એકાઉન્ટમાં આ ધનરાશી મોકલી દીધી જેના થોડા સમય પછી ફરિયાદકર્તાને તેના મિત્રનો ફરીથી મેસેજ આવ્યો કે તેણે ભૂલથી 98,000 લખી દીધા હતા. પરંતુ તેને તેના મિત્રના દિકરાના ઓપરેશન માટે રૂ. 6.98 લાખની જરૂરીયાત છે. ફરિયાદકર્તાએ રૂપિયા 6 લાખ બીજા મોકલ્યા હતા. થોડીવાર પછી મિત્રના એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો કે ફરિયાદકર્તાએ ભૂલથી 1 લાખ સાઉદી રિયાલ મોકલી દીધા છે અને તકનીકી સમસ્યાના પગલે તે એક દિવસ મોડા પહોંચશે. આ સાંભળીને થાણેના રહેવાસીએ પોતાના એકાઉન્ટમાંથી રૂ.2 લાખ ટ્રાન્સફર કરી દીધા.

આ ઘટના બન્યાના થોડા સમય પછી આ વરિષ્ઠ નાગરિકને એક વોટ્સએપ ગૃપ ઉપર તેના આ મિત્ર ભૂપેન્દ્ર મોદીની પત્નીનો મેસેજ આવ્યો કે ભૂપેન્દ્રનું વોટ્સએપ એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું છે અને હેકર લોકોને મેસેજ કરીને તેની પાસે પૈસાની માંગણી કરી રહ્યો છે. ત્યારબાદ આ વ્યક્તિને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ ઘટનાની જાણ થતાની સાથે ફરિયાદકર્તાએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર નોંધાવી હતી. પોલીસ હાલ આ કેસને લઈને તપાસ કરી રહી છે અને આશા છે કે આ હેકર અને ચોર ઝડપથી ઝડપાઈ જશે.

આ ઘટના પરથી એ વાતનો ખ્યાલ પણ આવે છે કે જો તમારે કોઈ તમારા મિત્ર અથવા તો સંબંધીનો વોટ્સએપ પર પૈસાની માંગ કરતો કોઈ મેસેજ આવે તો સૌપ્રથમ કોલ કરીને જાણી લો કે આ મેસેજ તે પોતે કરી રહ્યો છે કે કોઈ અન્ય. જેથી તમારી સાથે આવી ઘટના ન બને અને આ ફ્રોડથી તમે બચી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *