તિજોરીમાં રાખો આ વસ્તુઓ.. માં લક્ષ્મીની વરસશે કૃપા, કુબેરનો છલકાશે ભંડાર

Uncategorized

તમારી કમાણી ભલે ગમે તેટલી હોય પણ જો તમારા પૈસા બચતા નથી અને હંમેશા પૈસાની અછત રહે છે તો આ ઉપાયો જરૂર અજમાવો. કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિ કેટલાક લોકોને આર્થિક રીતે મજબૂત બનવા નથી દેતા.

પરિણામે, પૈસા હાથમાં રહેતાં નથી. માણસ પાઇ પાઈ માટે તરસે છે. આવી સમસ્યાનો સામનો કરવા માટે શાસ્ત્રોમાં કેટલીક રીતો દર્શાવામાં આવી છે, જેનાથી તમને ક્યારેય પૈસાની તંગી નહીં થાય અને તમારી તિજોરીમાં હંમેશાં માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે.

લાલ કાગળ

આ એક સુનિશ્ચિત ઉપાય છે. આ માટે એક લાલ કાગળ જોઈશે. તમારી ઇચ્છાને આ કાગળ પર લખો અને તેને રેશમી દોરાથી બાંધીને પર્સમાં રાખો. આમ કરવાથી,તમારી ઇચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે.

ચોખાના દાણા

શાસ્ત્રોમાં અનાજ અને પૈસા બંને એક સમાન હોવાનું કહેવામાં આવ્યું છે. જો તમે પર્સમાં એક ચપટી ચોખા રાખો છો, તો તે તમારો અનિચ્છનીય ખર્ચ ઘટાડે છે અને તમને ખોટા ખર્ચથી બચાવશે.

મા લક્ષ્મી નો ફોટો

માતા લક્ષ્મીની એક તસ્વીર તમારા પર્સમાં રાખો જેમાં તે બેઠેલી મુદ્રામાં હોય. આમ કરવાથી તમને ક્યારેય પૈસાની અછત રહેશે નહીં.

પીપળાનું પાન

હિન્દુ ધર્મમાં પીપળો અને તુલસી બંનેે પૂજનીય ગણાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પીપળાના પાનને હંમેશા પર્સમાં રાખવું જોઈએ.

પીપળાના પાનને અભિમંત્રીત કર્યા પછી તેને શુભ મુહૂર્તમાં પર્સમાં નોટો સાથે રાખવું જોઈએ. આમ કરવાથી,પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે અને જરૂરિયાત સમયે ક્યારેય આર્થિક મુશ્કેલી આવશે નહી.

ચાંદીનો સિક્કો

જો તમારી પાસે ચાંદીનો સિક્કો હોય,તો તેને પર્સમાં રાખવાથી ધન લાભ થાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે સોના અથવા ચાંદીનો સિક્કો પર્સમાં મૂકતા પહેલા તેને ઘરના મંદિરમાં માતા લક્ષ્મીના ચરણમાં મુકવો.

કાચનો ટુકડો અથવા નાનું ચાકુ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કાચનો ટુકડો અથવા નાનું ચાકુ પર્સમાં રાખવુ જોઈએ. આ ઉપાય સંપત્તિ વધારવામાં પણ સહાયક છે. આ સિવાય તમે ગોમતી ચક્રને પણ પર્સમાં રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published.