‘તારક મહેતા…’ સીરિયલના આ પાત્ર પાસે છે સૌથી વધુ સંપત્તિ, નામ અને રકમ સાંભળી આંચકો લાગશે!

BOLLYWOOD nation

વર્ષોથી બધાને ખડખડાટ હસાવનાર શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ટીવી પર આવતી આ સૌથી જૂની સીરિયલે વર્ષો સુધી પોતાના સિલસિલો જાળવી રાખ્યો છે અને હજુ પણ બધાને હસાવી રહી છે. તેના કલાકારો પણ એકથી એક પ્રખ્યાત છે.

ફેન્સને પણ કલાકારો વિશે જાણવાનો બહુ શોખ છે. એ પછી જેઠાલાલ, બબીતા, દયા, તારક મહેતા, ભીડે માસ્તર, ટપુ કે દયાભાભી ભલે હોય, બધા જ કોઈ ખાસ ખાસિયતના કારણે ચર્ચામાં છે. પરંતુ રિયલ લાઈફમાં કોણ કેટલું અમીર છે એના વિશે ઓછા લોકો જાણતા હશે.

એવું કહેવામાં આવે છે કે, શોમાં સૌથી વધારે ફી દયાભાભી એટલે કે દિશા વાકાણી લેતી હતી. તેની નેટવર્થ 37 કરોડ રૂપિયાથી પણ વધારે છે. અન્ય સ્ટાર કરતાં આ રકમ ઘણી વધારે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ સૌથી વધુ ફી વસૂલે છે. તે એક એપિસોડના લગભગ 1.5 લાખ રૂપિયા લે છે. તેમની મિલકત પણ લગભગ 37 કરોડ રૂપિયા આસપાસ છે.

સિરિયલમાં મુનમુન દત્તા એટલે કે બબીતાનો રોલ કરનારી અભિનેત્રી વિશે કહેવામાં આવે છે કે તે એક એપિસોડના લગભગ 50 હજાર રૂપિયા લે છે અને તેની પાસે લગભગ સાત કરોડ રૂપિયા છે. તારક મહેતા બનતા શૈલેષ લોઢા એક એપિસોડના 1.5 લાખ રૂપિયા લે છે. તેમની નેટવર્થ સાત કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.