તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભી પછી જેઠાલાલ પણ બદલાશે?

GUJARAT

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 13 વર્ષથી પ્રસારિત થઇ રહી છે અને તેમ છતાં જૂના કલાકારોની જગ્યાએ નવા ચહેરાઓ જોઈ રહ્યા છીએ, આ કોમેડી શો ઇન્ડિયન ટેલી સીન પર સૌથી વધુ પસંદ કરાયેલ અને જોવાયેલા શોમાંથી એક રહ્યો છે.

એક ઈન્ટરવ્યુમાં, અભિનેતા દિલીપ જોશી, જેઓ 2008માં શોની શરૂઆતથી તારક મહેતાના ઉલ્ટા ચશ્માંનો અભિન્ન ભાગ છે, તેમણે તેમની TV પ્રત્યેની પ્રતિબદ્ધતાઓને કારને અન્ય પ્રોજક્ટસ કરવા સક્ષમ ન હોવા અંગે ખુલાસો કર્યો. તેમણે એ પણ શેર કર્યું છે કે આજકાલ બનતી ફિલ્મોમાં ઉત્તમ પ્રકારનું કન્ટેન્ટ છે અને તે આજના સિનેમા ઉધોગનો ભાગ બનવાનું પસંદ કરશે.

તે આગળ કહે છે કે, “મારો શો એક કોમેડી શો છે અને તેનો ભાગ બનવાની મજા આવે છે. તેથી જ્યાં સુધી હું તેનો આનંદ માણીશ ત્યાં સુધી હું કરીશ. જે દિવસે મને લાગશે કે હું તેનો આનંદ માણી રહ્યો નથી, હું આગળ વધીશ. મને બીજા શોની ઓફર્સ મળે છે, પરંતુ મને લાગે છે કે જયારે આ શો સારો ચાલી રહ્યો છે, તો શા માટે બિનજરૂરી આ શો છોડી દઉં. આ એક સુંદર યાત્રા છે અને જેણે હું કોઈ કારણે બગાડવા ઈચ્છતો નથી.

આજની ફિલ્મો વિશે દિલીપે શેર કર્યું છે કે, ”અભિનયની બાબતમાં મારે ઘણું કરવાનું બાકી છે, જિંદગી હજી પૂરી બાકી છે, આજની ફિલ્મો આવા અદભૂત વિષયોને લઇ રહી છે, તેથી જો મને ઓફર થાય તો હું સારી ફિલ્મો છોડીશ નહીં. હું મારા જીવનમાં જે બની રહ્યું છે તેનો આનંદ માણી રહ્યો છું.”

તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ પણ શો છોડી રહ્યો છે. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઇ નથી. આ વર્ષની શરૂઆતમાં, કો-સ્ટાર મુનમુન દત્તા સાથેના તેના કથિત પ્રેમની અફવાઓની હેડલાઇન્સ બની હતી. જોકે, બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા સંબંધિત નિવેદનોમાં સંબંધમાં હોવાનું નકાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *