તારક મહેતાના નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન, 77 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

BOLLYWOOD

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુ કાકા એટલે ઘનશ્યામ નાયકનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. અભિનેતાએ 77 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતા ઘનશ્યામ નાયકે રંગભૂમિ ઉપરાંત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

તારક મહેતાના ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયો હતો.. નાનપણથી જ તેમણે એક્ટિંગનો શોખ હતો અને તેઓએ ભવાઇમાં પણ સ્ત્રીનું પાત્ર ભજવ્યું છે. જે બાદ તેમને મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.

એક મીડિયા સાથેની વાતચીતમાં તેમના દીકરા વિકાસ નાયકે કહ્યું હતું, ‘પપ્પાની તબિયત સારી છે. પહેલાં કરતાં ઘણી સુધારા પર છે, પરંતુ હવે તેમને વધારે આરામની જરૂર છે. આથી જ તેઓ શોનું શૂટિંગ કરી શકતા નથી. એવું નથી કે તેમણે શૂટિંગ કરવાનું સાવ બંધ કરી દીધું હોય.

ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા..’ ફૅન ક્લબે 77 વર્ષીય ઘનશ્યામ નાયકની બે તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને કહેવામાં આવ્યું હતું, ‘નટુકાકાની હાલની તસવીરો, બિહાઇન્ડ ધ સીન્સ’ આ તસવીરમાં ઘનશ્યામ નાયકનું વજન ખૂબ ઓછું થઇ ગયું છે. આ ઉપરાંત તેમનું મોં જમણી સાઇડથી સહેજ ત્રાંસુ થઈ ગયું હોય તેમ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *