સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનું પાત્ર ભજવનાર નિધિ ભાનુસાલી તેના બોલ્ડ ફોટોશૂટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બિકીનીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં દરિયા કિનારે પોઝ આપતી પણ જોવા મળી રહી છે. વાસ્તવમાં નિધિ ભાનુશાળીએ વર્ષ 2021માં તેના પ્રવાસની ઝલક શેર કરી છે.
View this post on Instagram
આ વર્ષે મને ઘણું બધું આપ્યું: નિધિ
આ વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, આ વર્ષે મને ઘણું આપ્યું અને ઘણું બધું લીધું. તેને સમજવું મુશ્કેલ છે. મેં પહેલી મૂવી બનાવી, મેં પહેલી કાર ખરીદી, પહેલો કૅમેરો, પહેલી વાર આટલા લાંબા સમય સુધી ઘરથી દૂર રહીને, પહેલી વાર શ્વાને બચકું ભર્યું, પહેલી વાર આટલી બધી નવી જગ્યાએ જવા મળ્યું. લિસ્ટ આગળ ચાલુ છે.આં બધા માટે 2021ને થેક્સ, તમારી ઋતુઓ, તમારી સુંદરતા અને તમારી ભયાનકતા માટે દરેક વસ્તુ માટે આભાર, હું આભારી છું.
વીડિયો પર ફેંસે કરી જોરદાર કોમેન્ટ
તેના આ વીડિયો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, સોનુ, તને શું થયું છે, તું બદલાઈ ગઈ છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘વર્ષ પુરુ થઈ રહ્યું છે પરંતુ તમારા માટેનો મારો પ્રેમ ક્યારેય ખતમ નહીં થાય. અન્ય યુઝરે લખ્યું, હવે 2022માં શું કરવું? એક યુઝરે લખ્યું, ભીડે આ જોઈને બેહોશ થઈ જશે. અન્ય એક યુઝરે લખ્યું, પ્લીઝ તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર પાછા આવી જાઓ.
નિધિએ ગ્લેમરસ ફોટા કર્યા શેર
નિધિ ભાનુશાળી હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ નથી, પરંતુ તેનો ચાહક વર્ગ આજે પણ એટલો જ મજબૂત છે. હાલમાં, અભિનેત્રી મુંબઈની એક ખાનગી કોલેજમાંથી તેના માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.