તારક મહેતાની આ અભિનેત્રી ભૂલી ગઇ પેન્ટ પહેરવાનું…!!! બોલ્ડનેસની દરેક હદ પાર કરી રીટા રિપોર્ટરે

BOLLYWOOD

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા આ દિવસોમાં તેના પેરેન્ટહૂડને લઇને એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર પેરેન્ટહુડ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પોસ્ટ કરતી રહે છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં અભિનેત્રીની બોલ્ડ સ્ટાઇલ જોવા મળી રહી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર પ્રિયા આહુજાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે નીચે કઇ પહેર્યું નથી. આ સાથે, તેણે સ્ટેલિટોજ પહેર્યા છે. તે ચારેય તસવીરોમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે. એક તસવીરમાં તે ટેબલ પર સૂઇને પોઝ આપી રહી છે. તેમજ એકમાં તે ખુરશી પર બેસેલી છે. દરેક તસવીરમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

આ પહેલા ફેન્સ પ્રિયા આહુજાનો આવો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો નથી. તસવીરો શેર કરતી વખતે પ્રિયા આહુજાએ લખ્યું, ‘સ્ટાઇલ એક એવી રીત છે જે કઇપણ બોલ્યા વગર જણાવી દે છે કે તમે કોણ છો.’ પ્રિયાની તસવીર પર ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે.

રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર પ્રિયા આહુજાનું આ ફોટોશૂટ વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. ઘણા લોકો અભિનેત્રીની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો ત્યાં સુધી કહ્યું કે અભિનેત્રી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ. તો એક વ્યક્તિએ લખ્યું કે દરજીએ શર્ટ સાથે પેન્ટ આપ્યું નથી. તો કોઇએ તેની તસવીરોને બકવાસ ગણાવી છે. એ જ રીતે, અન્ય ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. આ પહેલા પણ અભિનેત્રીનો વીડિયો ઘણી વખત વાયરલ થઈ ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનું પાત્ર ભલે ઓછું દેખાઈ શકે છે, પરંતુ તે ખૂબ જ લોકપ્રિય છે. પ્રિયા આહુજાએ શોમાં ‘કલ તક’ ચેનલની રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી, જે ગોકુલધામ સોસાયટીમાં રહે છે. પ્રિયા લાંબા સમય સુધી શોમાં દેખાઈ નહોતી, પરંતુ તેણે થોડા સમય પહેલા વાપસી કરી છે. આ સાથે, તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે તેના પતિ અને તેમના બાળક સાથે તસવીરો અને વીડિયો પણ શેર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *