તારક મહેતા શોના જૂના ટપુ ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાથી મોત, મુંબઈ હોસ્પિટલમાં હતા દાખલ.

GUJARAT

હાલમાં આખા ભારતમાં કોરોનાની લહેર ચાલી રહી છે અને લોકો પણ ટપોટપ મરી રહ્યા છે. દરેક જગ્યાએ તંગી જોવા મળી રહી છે. ક્યાંક ઓક્સિજન નથી તો ક્યાંક વેન્ટિલેટર બેડ નથી મળી રહ્યો. ત્યારે સેલેબ્સ પણ કોરોનાની જપેટમાં આવી રહ્યા છે અને મોત થઈ રહ્યાં છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લાં 10 દિવસ કરતાં પણ વધારે દિવસથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ હતા.

9 મેના રોજ ભવ્યની માસીની બહેન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીની ભૂમિકા ભજવનાર શમય શાહની બહેનના લગ્ન હતા. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ભવ્ય અને તેના પરિવારના લોકો મુંબઈમાં હોવા છતાં આ લગ્નમાં સામેલ થયા ન હતા.

તેમણે વર્ચ્યુઅલ રીતે સમારોહમાં ભાગ લીધો હતો.

ભવ્ય ગાંધીએ 4 વર્ષ પહેલા તારક મહેતા શો છોડી દીધો હતો. તે 2008 માં આ શોમાં જોડાયો હતો અને લગભગ 9 વર્ષોથી તેનો એક ભાગ હતો. શોમાં તે જેઠાલાલ અને દયા ભાભીના પુત્ર ટપુનો રોલ ભજવી રહ્યો હતો. ભવ્યાએ શો છોડી દીધા બાદ તેની જગ્યાએ રાજ આનંદકટ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.