‘તારક મહેતા…’માં સેલ્સગર્લ બનીને જેઠાલાલ સાથે અફેર કર્યું, ડાયરેક્ટરે આ કારણે ‘શો’માંથી હાંકી કાઢી!

nation

‘ઇશ્કબાઝ’, ‘કુબૂલ હૈ’ અને ‘સંજીવની’ જેવા સુપરહિટ શોનો ભાગ રહેલી અભિનેત્રી સુરભી ચંદના ટીવી ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. સુરભીની સ્ટાઇલ તેના ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવે છે. સુરભી ઘણી હિટ સિરીયલોનો ભાગ રહી છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે ટીવીનો સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ આવી ચુકી છે.

આટલું જ નહીં, સુરભીએ અભિનય કારકીર્દિની શરૂઆત જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી કરી હતી. આ શોમાં સુરભી જેઠાલાલ સાથે અફેર કરતી જોવા મળી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો સુપરહિટ શો છે જેમાં સુરભીએ સેલ્સ ગર્લ સ્વીટીનો રોલ ભજવ્યો હતો. પરંતુ એક ઘટના એવી બની કે નિર્માતાઓએ સુરભીને આ ભૂમિકામાંથી હટાવવાનું મન બનાવી લીધું છે.

ખુદ સુરભીએ આ વાતનો ખુલાસો કર્યો છે. એક વાતચીતમાં સુરભીએ કહ્યું કે, તેને પોતાની લાઈનો યાદ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. સુરભીએ કહ્યું, ‘તારક મહેતાની ટીમ પણ મને બદલવા માંગતી હતી. મારી માતાએ મને ડરાવી હતી કે મારે સારી રીતે કરવાનું છે. મને ખબર નથી કે મેં કેવી રજૂઆત કરી, પરંતુ તે લોકો હજી પણ તે એપિસોડ ચલાવે છે.

સુરભીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક કોઈએ ન જોયેલી તસ્વીર શેર કરી છે. બાળપણની આ તસવીરમાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે. તારક મહેતા જ નહીં સુરભી ટીવી સીરિયલ ‘એક નણંદ કી ખુશીઓ કી ચાબી.. મેરી ભાભી’માં પણ નાની ભૂમિકામાં જોવા મળી છે. તેને સિરીયલ ‘ઇશ્કબાઝ’થી ભારે ખ્યાતિ મળી હતી અને એમાં તે અનિકાની ભૂમિકામાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *