તંત્રશાસ્ત્રના આ ટોટકા દરિદ્રતા દૂર કરી તમને બનાવશે ધનવાન, રોજ કરવાથી થશે લાભ

Uncategorized

દરેક વ્યક્તિ દિવસ રાતની દોડધામ પરિવારને સુખ-સમૃદ્ધિથી ભરપૂર જીવન આપવા માટે કરે છે. પરિવારના દરેક સભ્યની જરૂરિયાત આજના સમયમાં પૂર્ણ કરવી હોય તો તેના માટે આર્થિક સદ્ધરતા જરૂરી છે. પરંતુ કર્મની પીડા કહો કે ભાગ્યનો ખેલ કે કેટલાક લોકો દિવસ રાત એક કરીને મહેનત કરે તો પણ બે છેડા ભેગા થઈ શકતાં નથી. ઘરમાં એક સાંધોને તેર તુટે જેવો ઘાટ ઘડાતો જ રહે ત્યારે ભગવાનનું શરણ લીધા સિવાય અન્ય કોઈ માર્ગ રહેતો નથી.

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા પૂજા પાઠ કરવાની સાથે આ ઉપાયો કરવાથી દરિદ્રતામાંથી છૂટકારો મળી જાય છે. કયા કયા છે આ ઉપાય અને કેવી રીતે તેનાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે તે જાણી લો આજે તમે પણ.

ધનપ્રાપ્તિ માટે ‘ૐ ઐં ક્લીં સૌઃ’ મંત્રનો સ્ફટિક અથવા કમળકાકડીની માળાથી નિયમિત જાપ કરવો.
રાત્રે ગાયનાં ઘીનાં બે દીવા પ્રગટાવી કોઈ એકાંત સ્થળે મુકી પોતાની મનોકામના મનમાં બોલી દેવી.

જેનો આકાર ત્રિકોણ હોય તેવી ધજા વિષ્ણુ મંદિરમાં ચડાવવી. તેનાથી આપનું ભાગ્ય ચમકવા લાગશે.
ધન સંબંધી સમસ્યાના ઉકેલ લાવવામાટે લાલ કપડાંમાં નાળિયેર બાંધી ઘરમાં કે તિજોરીમાં રાખી દેવું.

નાગકેસરનું ફૂલ લાવીને ઘરમાં કોઈ જગ્યાએ છૂપાવી દેવું આ ઉપાયથી ઘરનો ક્લેશ દૂર થશે.
દરરોજ પ્રાતઃકાલ એક લોટો પાણી ઘરનાં મુખ્ય દરવાજા પર છાંટવું તેનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન સરળતાથી થાય છે.
માતા લક્ષ્મીનું ધ્યાન કરી શુદ્ધ કેસરનું તિલક અને અત્તર લગાવીને ઘરેથી પોતાના વ્યવસાયમાં જાય તો ધનલાભની સંભાવના વધે છે.
ઘરનાં પૂજાઘરમાં નિયમિત રીતે 3 અગરબત્તી કરવી.
દરરોજ શ્રીસૂક્તનો પાઠ કરવો. જેનાથી ઘર-પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *