તણાવને કારણે હું મારી સેક્સ લાઈફનો આનંદ માણી શકતો નથી. મને સેક્સ કરવાનું મન પણ થતું નથી

GUJARAT

પ્રશ્ન : મારી દીકરી 18 વર્ષની છે. અત્યાર સુધી તે બહુ ડાહી અને સમજદાર હતી પણ હવે તેનો સ્વભાવ ધીરે ધીરે બદલાવા લાગ્યો છે. તે હવે ઘરકામમાં મદદ કરવાનું ટાળે છેે. મને ઓફિસના કામ માટે રાત્રે મોડું થાય છે તો તેને કેમ રાત્રે બહાર જવાની પરવાનગી નથી એવી પાયા વગરની દલીલ કરે છે. આ છોકરીને કેમ સમજાવવી એની ખબર નથી પડતી. મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તમારી દીકરી તેનાં જીવનના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઇ રહી છે. આ સંજોગોમાં તમારી જવાબદારી થોડી વધી જાય છે. તમે ભલે તમારી દીકરી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખ્યો હોય પણ સંતાનોને માતા-પિતાની પણ જરૂર છે જ. કાચી માટી જેવાં સંતાનને ઘડાનું સ્વરૂપ આપવા માટે જરૂર પડ્યે ટપારવાનું કામ પણ માતા-પિતા બનીને કરવાનું છે.

સંતાન સાથેના સંબંધમાં સંતુલન જાળવવાનું મહત્ત્વનું છે. દીકરી હોય કે દીકરો, બન્નેને તેમની જવાબદારીઓનું ભાન કરાવવું બહુ જરૂરી છે. સંતાનને આઝાદી આપવાની સાથે સાથે એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે આઝાદી પોતાની સાથે જવાબદારી પણ લાવે છે.

સ્વતંત્રતા આપવાની સાથે જો તમે સંતાનોને જવાબદાર ન બનાવો તો ઘણી બધી માનસિક અને વર્તણૂકની તકલીફો થવાની જ. માતા-પિતાની જવાબદારી ત્યારે જ સાર્થક થાય જ્યારે તમે પેરન્ટ્સ તરીકે તેમના માટે શું કરો છો અને કેમ કરો છો એનું મહત્ત્વ પણ સારી રીતે સમજાવી શકો.

સવાલ: તણાવને કારણે હું મારી સેક્સ લાઈફનો આનંદ માણી શકતો નથી. મને સેક્સ કરવાનું મન પણ થતું નથી. હું શું કરું?

તમારી સેક્સ લાઈફને પહેલાની જેમ આનંદદાયક બનાવવા માટે, સૌથી પહેલા તણાવમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરો. જ્યાં સુધી તમે હળવા થશો નહીં ત્યાં સુધી તમે તમારી સેક્સ લાઇફનો આનંદ માણી શકશો નહીં. તણાવ દૂર કરવા માટે યોગ, ધ્યાન અથવા કસરત કરો. જો હજુ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય, તો મનોવિજ્ઞાનીનો સંપર્ક કરો અને ‘સેન્સ ફોકસ’ પદ્ધતિ વિશે માહિતી મેળવો, અન્યથા તણાવ ફક્ત તમારી જાતીય જ નહીં, પરંતુ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને પણ અસર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.