તમને પણ છે વધારે ચા પીવાની આદત, તો જાણો નુકસાન

helth tips

સવારે આંખ ખોલવી હોય કે ફ્રેશ થવું હોય, નાસ્તો કરવો હોય કે ઓફિસ અને દુકાન પર કામનો થાક ઘટાડવો હોય તો તમને ચાની જરૂર રહે છે. મોટાભાગે લોકો દૂધવાળી ચાની મદદ લે છે. અનેક લોકો દિવસમાં 8-10 કપ ચા પીએ છે. આવું કરવું તેમની મજબૂરી પણ બની જાય છે. પણ શું તમે જાણો છો કે વધારે ચા પીવાની આદત તમારા માટે અનેક મુશ્કેલીનું કારણ બની શકે છે. તો જાણો કયા નુકસાન થશે.

વધી શકે છે ગભરામણ

ચાનું વધારે સેવન કરવાથી ગભરામણ વધી શકે છે. લોકો ખાસ કરીને દૂધવાળી ચાનું સેવન કરે છે. તેમાં ટેનિન હોય છે જે આ તકલીફ વધારે છે. આ સાથે ચામાં કેફીન પણ હોય છે જેનાથી શરીરમાં અનેક નુકસાન થઈ શકે છે.

આંતરડાને કરે છે નુકસાન

ચાનું સેવન કરવું આંતરડા માટે નુકસાન કરે છે. તેના સેવનથી આંતરડાના ખરાબ થવાનો ખતરો પણ વધે છે. તેનાથી ખાવાનું પચવામાં મુશ્કેલી થાય છે.

છાતીમાં બળતરાની તકલીફ વધે છે

વધારે ચા પીવાથી છાતીમાં બળતરાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ચા આંતરડામાં એસિડના ઉત્પાદનને વધારે છે જે છાતીમાં દર્દનું કારણ બને છે. તેના સેવનથી એસિડ રિફ્લક્સની મુશ્કેલી પણ વધી શકે છે.

ઊંઘ ન આવવાની સમસ્યા વધે છે

ચાના વધારે સેવનથી ઊંઘ ન આવવાની મુશ્કેલી પણ વધી શકે છે. ઊંઘ ન આવવાના કારણે માનસિક તણાવ, આંખ નીચે કાળા સર્કલ્સ અને એન્જાઈટી જેવી અનેક મુશ્કેલીઓ વધવાની સંભાવના છે.

ગેસ બનાવે છે

અનેક લોકોને સવારે ખાલી પેટે ચા પીવાની આદત હોય છે. તેના કારણે મેટાબોલિઝમની પ્રક્રિયા ધીમી હોય છે. તેનાથી ગેસ અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. સાથે જ શરીરમાં નબળાઈ પણ આવી શકે છે.

એન્ટીબાયોટિક દવાઓની અસર કરે છે ઓછી

કેટલાક લોકો કોઈ બીમારીના કારણે એન્ટીબાયોટિક દવાઓનું સેવન કરે છે. ચા આ દવાઓની અસરને ઘટાડે છે અને આ દવાઓનું સેવન કરવાથી તમારો હેતુ પૂરો થઈ શકતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *