ટામેટાના ભાવ સાંભળી થઈ જશો લાલ, મહિનામાં સરેરાંશ ભાવ 77% વધ્યા

kitchen tips

પાછલા એક મહિના દરમ્યાન ઓછી સપ્લાયના કારણે ટામેટાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો પહેલાથી જ મોંધવારીનો ભોગ બની રહ્યાં છે, ત્યારે આ એક નવી મુસીબત બનીને સામે આવ્યું છે. મેટ્રો શહેરોમાં આવેલા છુટક બજારમાં ટામેટાની કિંમત 77 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જ્યારે દેશના કેટલાક શહેરોમાં ટામેટાની પ્રતિ કિલો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

મોટા શહેરોમાં કલકત્તામાં ટામેટાના ભાવ સૌથી વધું

ઉપભોક્તા મામલના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં ટામેટાના ભાવ વધારે વધ્યા નથી. જોકે એક મહિના પહેલા દિલ્હીના છુટક બજારમાં ટામેટા 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં હતા ત્યારે હવે વધીને 40 થી 60 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યાં છે. જોકે અન્ય મેટ્રો શહેરોમાં દિલ્હી કરતા વધું ભાવે ટામેટા વેચાઈ રહ્યાં છે. મુંબઈમાં ટામેટા 1લી મેના રોજ 36 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં હતા, હવે એ 74 રૂપિયાની આસપાસ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. ચેન્નાઈમાં મહિના પહેલાં ટામેટા 47 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં હતા, જે હવે વધીને 62 રૂપિયા થઈ ગયો છે. કલકત્તાં મહિના પહેલા 25 રૂપિયાના ભાવે વેચાતા ટામેટા હવે 77 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે.

આ શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર

સરકારી આંકડા પ્રમાણે કેટલાક શહેરોમાં ટામેટાનો પ્રતિ કિલોનો ભાવ 100 રૂપિયાને પણ આંબી ગયો છે. પોર્ટ બ્લેર, શિલોંગ, કોટ્ટયમ, પતનમતિટ્ટામાં ટામેટાના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એટલું જ નહિ ટામેટાના ઉત્પાદક રાજ્ય આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં છુટક બજારમાં ટામેટા 50 થી 100 રૂપિયા સુધી પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે છુટક બજારમાં 1લી મેના રોજ ટામેટાની સરેરાંશ કિંમત 29.5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાતા હતા. જે 1 જૂનના રોજ સરેરાંશ 52.30 રૂપિયા થયો છે. આ રીતે 1 મહિનામાં ટામેટાના ભાવમાં 77 ટકાનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published.