તમારી રાશિ અનુસાર કરી લો આ ઉપાય, ગમે તેવી ગરીબી દૂર થઇ જશે

DHARMIK

ધન દોલત અને સુખ સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે અને પૈસાદાર બનવા માટે લોકો ખૂબ જ મહેનત પણ કરે છે. જોકે મહેનતની સાથે સાથે અમુક ઉપાય કરવામાં આવે તો ખૂબ જ જલ્દી પૈસાદાર બની શકાય છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ક્યારે પણ પૈસાની અછત થશે નહીં. તમારી આર્થિક મુશ્કેલીઓ હલ થશે.

મેષ રાશિ
ધનદોલત મેળવવા માટે આ રાશિના જાતકોએ દરરોજ તુલસી માતાજીની પૂજા કરવી અને તુલસીના છોડની સામે ઘીનો દીવો કરવો. તુલસીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત આવશે નહીં.

વૃષભ રાશિ
આ રાશિના લોકો પીપળાની પૂજા કરવી આ ઉપાય કરવાથી ધન લાભ થશે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ ગાયને રોટલી અને ઘાસ ખવડાવવું જોઈએ. આવું કરવાથી મોટા પ્રમાણમાં ધનલાભ થાય છે. તે સિવાય નોકરીમાં પ્રગતિ કરવા માટે આ રાશિના જાતકોએ બની શકે તેટલું વધારે દાન કરવું જોઈએ.

કર્ક રાશિ
આ રાશિના જાતકોએ પક્ષીઓને ચણ અને ગાયોને ઘાસ ખવડાવવું જોઇએ.

મકર રાશિ
આ રાશિના જાતકોએ ભગવાન શિવજીને અભિષેક કરવો. અભિષેક કરવા સિવાય સાંજના સમયે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ પણ કરવો અને માતાજીને સફેદ કમળના ફૂલની માળા ચઢાવવી.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી અને પૂજા કર્યા બાદ પીપળાના વૃક્ષ પર જળ ચડાવવું. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મીન રાશિ
આ રાશિના જાતકોએ સવારે સ્નાન કરીને પોતાના ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ બાંધવુ. પછી હળદર અથવા કંકુની મદદથી દરવાજા પર માતા લક્ષ્મીના પગનું નિશાન બનાવી લેવું. આવું કરવાથી ધનલાભ થાય છે અને માતાજીનો ઘરમાં સદાય વાસ થાય છે.

સિંહ રાશિ
પોતાના વેપારમાં પ્રગતિ મેળવવા માટે હળદર સાથે જોડાયેલા આ ટોટકા કરવા. હળદરની એક ગાંઠને લાલ રંગના કપડામાં બાંધી દેવી. પછી તેને મંદિરમાં રાખી દો લક્ષ્મીજીનો કાયમી વાસ થશે.

કન્યા રાશિ
કન્યા રાશિવાળા જાતકોએ 11 કોડીને લાલ રંગના કપડાની અંદર બાંધી દેવી. પછી આ કપડાને માતા લક્ષ્મીની સામે રાખી દો અને લક્ષ્મી પાઠ કરો. આ ઉપાય કરવાથી તમને ધનલાભ થવાના શરૂ થઈ જશે અને કોઈપણ પ્રકારનું ધનને લગતુ નુકસાન નહીં થાય.

તુલા રાશિ
આ રાશિના જાતકોએ ધનલાભ માટે માતા લક્ષ્મીને સફેદ અથવા ગુલાબી રંગનું કમળ અર્પિત કરવું. આ ઉપાય કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને તમને ધનલાભ થાય છે.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકો આ દિવસે શિવજીની પૂજા કરે અને પૂજા કરતા સમયે આખા ચોખા અર્પિત કરે.

ધન રાશિ
આ રાશિના જાતકોએ ધનલાભ માટે પૂનમના દિવસે ચંદ્રને અર્ધ્ય આપવું અને ચંદ્રને ખીર અર્પિત કરવી. આ ઉપાય કરવાથી મન શાંત રહે છે અને કરજમાંથી મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *