તમારા ઘરની સામે આવી અચાનક રડવા લાગે શ્વાન તો સમજી લો કે…

DHARMIK

આપણા જીવનમાં હંમેશા કાળ ચક્ર ફરતું જ રહે છે. ક્યારેક ખુશીઓનો ખજાનો મળી જાય છે તો ક્યારેક ઉદાસ થઈ જવાય છે. ક્યારેક સુખ પ્રાપ્ત થાય છે તો ક્યારેક દુખોનો પહાડ તુટી પડે છે. કેટલીક ઘટનાઓ બની જાય પછી આપણને લાગે કે આપણી સાથે આ ન થયપં હોત તો કેટલું સારૂ હોત તો ક્યારેક એવુ પણ થાય કે આ ઘટનાના કારણે જ આપણે ખુશ રહીએ છીએ આપણા પણ કુદરતનો હાથ છે. કેટલીક ઘટનાઓ આપણા માટે ખુબજ લકી સાબિત થાય છે આપણે તેને ગુડલક માનવા લાગીએ છીએ.

આપણી સાથે કોઈ સારી કે ખરાબ ઘટના થવાની હોય ત્યારે આપણને પહેલા જ કેટલાક સંકેત પ્રાપ્ત થાય તેવી આપણા શાસ્ત્રોમાં માન્યતા રહેલી છે. જાનવરોને ભગવાને જીભ નથી આપી પણ એવી શક્તિ આપી છે કે તે આવા સંકેતોને પહેલા જ માપી લેતા હોય છે. આજે આપણે એવાજ કેટલાક સંકેતો અંગે જાણીશું.

આપણા ઘર આંગણે રહેલું અને સૌથી વધારે વફાદાર પ્રાણી એટલે શ્વાન, જો આ શ્વાન આપણા ઘરની સામે જોઈ ચંદ્રમા તરફ મોં કરી રડે તો સમજી લેવું કે કોઈ અપશુકન થઈ રહ્યુ છે આ ખુબજ અશુભ સંકેત માનવામાં આવે છે. સવાર સવારમાં જો ઘોડો દેખાય તો તેને ખુબજ શુભ માનવામાં આવે છે. પણ જો સવારે ઉઠતાની સાથે જ તમને ઘોડાનું પુછટું દેખાય તો સમજી લેવુ કે કોઈ અશુભ સમાચાર આવી રહ્યા છે.

જો તમે કોઈ કામ માટે ઘરથી નીકળ્યાં હો અને રસ્તામાં ઘેટાઓનું ટોળુ દેખાય તો સમજી જવું કે જે કામ માટે નીકળ્યા છો એ કામમાં સફળતા પ્રાપ્ત થશે. ખીસકોલીને ભગવાન રામની ભક્ત માનવામાં આવે છે, જ્યાં પણ તે હસતી ખેલતી ફરતી હોય ખુશીઓ ત્યાં અચુક આવે છે.

Leave a Reply

Your email address will not be published.