તમારા બાળકો માટે રોકાણનું કરી રહ્યાં છો પ્લાનિંગ, તો આ સમાચાર ખાસ તમારા માટે

GUJARAT

ફિક્સ્ડ ડિપોઝિટને એક સારો રોકાણ કરવાનો વિકલ્પ માનવામાં આવે છે. પછી ભલે તેમાં રિટર્ન ઓછું આવે. હાલના જીવનમાં આપણને આપણા બાળકોના ભવિષ્યની વધારે ચિંતા હોય છે, જેનો એક જ વિકલ્પ હોય છે કે આપણે તેમની માટે રોકાણ કરીએ. જેટલું જલ્દી આપણે રોકાણ કરીશું એટલો જ ભંડોળ બાળકો માટે વધશે. અહિંયા કેટલાક રોકાણના વિકલ્પ છે જેમાં તમે રોકાણ કરી શકો છો.

ફિક્સ્ડ ડિપોઝિટ

ફિક્સ્ડ ડિપોઝિટને વધારે સિક્યોર માનવામાં આવે છે. તેમાં નિશ્ચિતાની માત્રા પણ વધારે હોય છે. હાલ FD પર 6 ટકા સુધી એન્યૂઅલ વ્યાજ મળી રહ્યું છે. કેટલીક બેંકો 7.5 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે

રિકરિંગ ડિપોઝિટ

રિકરિંગ ડિપોઝિટમાં તમને 4.5થી 6.5 ટકા સુધીનું વ્યાજ મળી શકે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જો તમે એક હજાર રૂપિયા પ્રતિમાસ 10 વર્ષ સુધી ભરો છો તો 2 લાખ રૂપિયાનો ફંડ પ્રાપ્ત થશે.

મ્યુચ્યુઅલ ફંડ SIP

મ્યુચ્યુઅલ ફંડ પર વધારે રિટર્ન મળે છે. માર્કેટમાં જરૂરિયાતો પ્રમાણે અલગ-અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ મળી રહે છે. બાળકોના જન્મના સાથે તેમની 18 કે 20 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તમે રોકાણ કરી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના

આ એક સરકારની યોજના છે, જેમાં બાળકીઓ માટે બચત કરી શકાય છે. આમાં તમને 7.6 ટકા વ્યાજ મળે છે. તમે એન્યૂઅલ 1 હજાર રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આમાં તમારી મૂડી 21 વર્ષ બાદ પરિપક્વ થાય છે.

PPF

લાંબા સમય માટે તમે સિક્યોર રોકાણ કરવા માંગતો હોવ તો PPF ખાતું ખોલાવી શકો છો. આમાં તમે એન્યૂઅલી 1.5 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. PPFમાં તમને 7.1 ટકાનું વ્યાજ પ્રાપ્ત થાય છે.

ULIP

ULIPમાં તમને વીમો અને સેવિંગ કરી શકો છો. આમાં ઈક્વિટી ફંડ, મની માર્કેટ ફંડ, હાઈબ્રિડ ફંડ, ડેટ ફંડ વગેરેનો સમાવેશ થાય છે. લાંબા સમય બાદ ULIPમાં સારું રિટર્ન મળી શકે છે.

NSC

બાળકોના ભવિષ્ય માટે આ એક સારો વિકલ્પ રહેશે. NSCને 5 વર્ષ માટે ખરીદી શકાય છે. આમાં તમને 6.8 ટકા વ્યાજ મળે છે.

ઈનડોવમેન્ટ પોલિસી

આ એક પ્રકારનો જીવન વીમો છે આમાં જો પોલિસીધારક મેચ્યુરિટી અવધિ સુધી જીવિત રહે છે તો તેને નિશ્ચિત જમા રકમ પ્રાપ્ત થાય છે. સાથે જ તેમાં સમયસર ચૂકવણી પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *