તાલિબાનીઓ અંદરોઅંદર ઝઘડી પડ્યા, ફર્નિચરના ઘા અને ગરમ ચાના થર્મસો એકબીજા પર છૂટા હાથે ફેંક્યા

WORLD

તાલિબાનની અંદર ઘમાસણની વચ્ચે સમાચાર આવ્યા છે કે તાલિબાનના નેતા મુલ્લા બરાદરને બંધક બનાવામાં આવ્યો છે. તો તાલિબાનના સુપ્રીમ નેતા કહેવાતા હૈબતુલ્લા અખૂંદજાદાના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે હજી સુધી તેની સત્તાવાર કોઇ પુષ્ટિ થઇ નથી. કહેવાય છે કે સત્તાને લઇ ચાલી રહેલા સંઘર્ષમાં મુલ્લા બરાદરને બંધક બનાવ્યો છે.

બ્રિટનના મેગેઝીન ધ સ્પેક્ટેટરે સોમવારના રોજ પોતાના રિપોર્ટમાં કહ્યું કે સત્તાને લઇ થયેલા સંઘર્ષમાં ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદર અને આતંકીઓના સુપ્રીમ લીડર હૈબતુલ્લા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. મેગેઝીને કહ્યું કે આ સંઘર્ષ હક્કાની નેટવર્ક સાથે સત્તાને લઇ થયો. તેમાં હક્કાની નેટવર્કના નેતાઓનો વિજય થયો. એટલું જ નહીં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ એ પણ હક્કાની નેટવર્ક પર દાવ લગાવ્યો હતો.

અફઘાન રાષ્ટ્રપતિ ભવનમાં સંઘર્ષ બાદ મુલ્લા બરાદરે ટીવી પર એક લેખિત નિવેદન વાંચ્યું હતું તેના પરથી તેમને બંધક બનાવ્યાની અટકળો વધી ગઇ હતી. કેટલાંક નિષ્ણાતોએ કહ્યું હતું કે મુલ્લા દબાણમાં છે અને તેમને જબરદસ્તી નિવેદન વંચાવ્યું. રિપોર્ટમાં કહ્યું છે કે આ સંઘર્ષ સપ્ટેમ્બરમાં થયો હતો અને આ દરમ્યાન ફર્નિચર અને ગરમ ચાના મોટા-મોટા થર્મસો પણ એકબીજા પર ફેંકયા હતા. અથડામણ દરમ્યાન હક્કાની નેટવર્કના નેતા ખલીલ-ઉલ-રહેમાન હક્કાની પોતાની જગ્યા પરથી ઉભા થયા અને ખુરશી ઉઠાવીને મુલ્લા બરાદરની જોરદાર પિટાઇ કરવાનું શરૂ કરી દીધું.

આની પહેલાં સમાચાર હતા કે તાલિબાનનો મુખ્ય ચહેરો મુલ્લા અબ્દુલ ગની બરાદરને નજરઅંદાજ કરાયા છે. અમેરિકા અને કેટલાંય દેશોને આશા હતી કે દેસની કમાન તેમના હાથમાં સોંપાશે પરંતુ એવું થઇ શકયું નહીં. આખરે મુલ્લા મોહમ્મદ હસન અખુંદને અફઘાનિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી બનાવ્યા. તર્ક એવો અપાય છે કે મુલ્લા બરાદર અમેરિકાના દબાણમાં આવી શકે છે અને આવનારા સમયમાં આ ગ્રૂપ માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં તાલિબાનની અંદર આંતરિક ડખાના સમાચાર આવ્યા અને કાબુલથી હિંસક અથડામણ અને ગોળીબાર સુદ્ધાંનો દાવો કરાયો. કહેવાય છે મુલ્લા બરાદર કાબુલ છોડીને ભાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *