સર્જરી કરવાની શોખીન યુવતીઓ ચેતી જજો, વિશ્વ-વિખ્યાત મોડેલનું માત્ર 29 વર્ષની વયે અવસાન

BOLLYWOOD

અમેરિકન મોડેલ અને ફેશન ડિઝાઇનર કે જેને ‘મેક્સિકન કિમ કર્દાશિયન'(Mexican Kim Kardashian) તરીકે ઓળખવામાં આવે છે, તેનું 29 વર્ષની વયે અવસાન થયું છે. જોસલીન કાનો(Joselyn Cano) નામની આ મોડેલ મોડેલિંગની દુનિયામાં ખુબ મોટું નામ હતું. પ્રાપ્ય માહિતી અનુસાર જોસલીનનું મોત બટ-લિફ્ટ સર્જરી કરાવ્યા બાદ થયું હતું.

મોડેલ જોસલીનના મૃત્યુ બાદથી લોકો સોશિયલ મીડિયા પર સતત શોક વ્યક્ત કરી રહ્યા છે. મીડિયામાં મળેલા સમાચારો અનુસાર જોસલીને તાજેતરમાં જ બટ્ટ લિફ્ટ સર્જરી કરાવી હતી. આ સર્જરી માટે તે કોલમ્બિયા ગઈ હતી. પરંતુ સર્જરી બરાબર ન થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.

જોસલીન માત્ર 29 વર્ષની હતી. તેનો જન્મ 14 માર્ચ 1990ના રોજ થયો હતો. તેણે 17 વર્ષની વયે મોડેલિંગ શરૂ કરી દીધું હતું. તે તેની ગ્લેમરસ સ્ટાઈલ અને લુકને કારણે મેક્સિકોની કિમ કર્દાશિયન તરીકે જાણીતી હતી. ફેન્સ હજુ પણ જોસલીનના મૃત્યુના સમાચારો પર વિશ્વાસ કરી શકતા નથી. તેમના માટે અત્યંત મુશ્કેલ બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *