સુરતમાં મિત્રને ફોન કરીને કહ્યું..’મૈંને તેરી બીબી કે સાથ મઝે લે લિએ’, પતિને મોબાઈલનું વળગણ ભારે પડ્યું!

Uncategorized

આજકાલ લોકો સોશિયલ મીડિયા અને મોબાઈલના એટલા દિવાના બન્યા છે કે વાત ન પુછો! સુરતમાં મોબાઈલના વળગણમાં પત્નીની લાજ લૂંટાઈ ગઈ છતાં પતિને ખબર પડી નહોતી. સુરતના વરિયાવ ગામે પ્રકાશમાં આવેલી ધ્રુણાસ્પદ ઘટનામાં મિત્રએ જ મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું. બળાત્કાર ગુજાર્યા બાદ ‘મૈંને તેરી બીબી કે સાથે મજે લે લીયે’ તેવો મિત્રને ફોન પણ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ હતી કે જ્યારે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે મહિલાનો પતિ એપાર્ટમેન્ટની નીચે જ બેસી મોબાઇલમાં ફિલ્મ જોવામાં વ્યસ્ત હતો.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે વરિયાવ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરિણીતાના ઘરમાં સોમવારે રાત્રે પતિ સાથે સૂતી હતી કોસાડ આવાસમાં રહેતાં અને જનતા માર્કેટમાં મોબાઇલનો ધંધો કરતાં તેના પતિને રાત્રે બે વાગ્યે ફોન આવ્યો હોઇ પતિ નીચે ગયો હતો. થોડી મિનિટમાં જ દરવાજો ખખડતાં આ પરિણીતાએ દરવાજો ખોલતાં સામે પતિનો મિત્ર સોહેલ ઉર્ફે જનતા ઇબ્રાહિમ પટેલ(ઉ.વ.20) ઉભો હતો.

પરિણીતા કશું સમજે તે પહેલાં તો હવસખોરે તેનું ગળું દબાવી તેને બેડરુમમાં ઘસડી ગયો હતો. પરિણીતાએ કરેલાં પ્રતિકાર છતાં પણ સોહેલ તેની મનમાની કરવામાં સફળ રહ્યો હતો. આઘાતજનક વાત તો એ હતી કે અહીંથી જ તેણે આ મહિલાના પતિને ફોન કર્યો હતો અને મૈંને તેરી બીબી કે સાથે મઝે લે લે લીયે તેવું નફ્ફટાઇપૂર્વક કહ્યું હતું. જોકે આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ પણ એપા.ની નીચે જ હતો અને મોબાઇલ ફોનમાં પિક્ચર જોવામાં વ્યસ્ત રહ્યો હતો.

દોસ્તી તોડાવી નાંખતા સબક શીખવવા મિત્રની બળાત્કાર

બળાત્કારી શખ્સ અને ભોગ બનનાર પહેલાં કોસાડ આવાસમાં જ રહેતા હતા. ભોગ બનનારનો પતિ અને આરોપી ખાસ મિત્ર હતા, પરંતુ સોહેલની ખરાબ આદતોને કારણે આ યુવતીએ ચાર મહિના પહેલાં બંને વચ્ચેની દોસ્તી તોડાવી નાંખી હતી અને બે મહિના પહેલાં ત્યાંથી મકાન ખાલી કરાવી દઇ પતિ સાથે વરિયાવના બંધ પડેલાં ત્રણ માળના મકાનમાં ત્રીજા માળે રહેલા લાગી હતી. રાત્રે બે વાગ્યે સોહેલે ભોગ બનનારના પતિને નીચે બોલાવ્યો હતો.

પોતે થોડા સમયમાં આવું છું તેમ કહી આ જ ઘરમાં ગયો હતો અને એક કલાક સુધી પરત ફર્યો નહિ હોવા છતાં પણ પતિને કોઇ શંકા કેમ નહિ ગઇ તે વાત પોલીસને પણ મૂંઝવી રહી છે. સબ ઇન્સપેક્ટર આર.વી. ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *